સમીર બલોચ/અરવલ્લી: અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મેવડા ગામે પ્રેમ પ્રકરણ માં પિતા અને પુત્ર નું મોત નીપજ્યું છે. આ મામલે માલપુર પોલીસ સ્ટેશનમાં 6 લોકો સામે દુષપ્રેરણની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ચિંતા ના કરશો! જાહેર કરાઈ નવી આગાહી; આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
અરવલ્લી જિલ્લામાં સતત પ્રેમપ્રકરણમાં મોતની ઘટના સામે આવી રહી છે, ત્યારે માલપુરના મેવડા ગામે પ્રેમ પ્રકરણમાં પિતા અને પુત્રની મોતની ઘટના સામે આવી છે. વાત કરવામાં આવે તો 16 ઓગસ્ટના દિવસે મેવડા ગામના જ બે પ્રેમી પંખીડા ભાગી ગયા હતા, જ્યાં યુવતી હતી તે સગીર વયની હતી. જ્યાં સગીરાના પિતાએ આરોપી ભગાવી જનાર સામે પોકસો હેઠળ ફરિયાદ આપીને ગુન્હો નોંધાવામાં આવ્યો હતો.
“કુછ તો ગરબડ હૈ”, ગુજરાતમાં ક્યાંક RDX નો મોટો જથ્થો તો ભારતમાં નથી આવી ગયો ને..?
24 ઓગસ્ટના રોજ સગીરાને ભગાવી લે જનાર વિશાલ ચમારના પિતા સોમભાઈ ચમારની ઘરમાંથી લાશ મળી આવી હતી, ત્યારે એ વાતને બે દિવસ વીત્યા અને આજે મેવડા માલપુર રોડથી સગીરાને ભગાવી લે જનાર યુવક વિશાલ ચમારની પણ લટકતી હાલતમાં લાશ મળી આવી હતી.
તેલંગણામાં અમિત શાહ બોલ્યા- ઓવૈસીના હાથમાં છે KCRની કારનું સ્ટીયરિંગ, 4G છે કોંગ્રેસ
આ વાત સગીરાને માલુમ પડતા સગીરા પણ દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર જણાતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હવે આ પ્રેમ પ્રકરણમાં પિતા અને પુત્રના મોત મામલે માલપુર પોલીસે 6 લોકો સામે દુષપ્રેરણની ફરિયાદ દાખલ કરી છે અને માલપુર પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે