ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (corona virus) ના સંક્રમણને વધતું અટકાવવા અને પ્રજા વર્ગોની આરોગ્ય સલામતી માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ સમગ્ર રાજ્યમાં આગામી 25 માર્ચ 2020 સુધી પેસેન્જર બસ સેવાઓ ટેક્સી કેબ, મેક્સી કેબના સંચાલન ઉપર પ્રતિબંધ મૂક્યો છે. મુસાફરોના વહનથી આ વાયરસનો ફેલાવો વધે નહિ તે હેતુસર આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધ માલવાહક વાહનો, અંગત વપરાશના વાહનો, આવશ્યક સેવાઓ માટેના વાહનો તેમજ સરકારી વાહનો અને કોરોના ચેપ નિયંત્રણની કામગીરી સાથે સંકળાયેલા વાહનોને લાગુ પડશે નહિ એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસના ફેલાવને નિયંત્રણમાં રાખવા સારું ગુજરાત રાજ્યમાં રાજ્ય બહારની બસો, ટેક્સી કેબ અને મેક્સી કેબ પર પ્રતિબંધ મૂકાયો છે. પેસેન્જર બસો, ટેક્સી કેબ અને મેક્સી કેબનો પ્રતિબંધ ગુજરાત રાજયની બસોને પણ લાગુ પડશે.
ગુજરાતમાં કોરોનાના નવા 5 કેસ પોઝિટિવ, કુલ આંકડો 18 થયો
તાજેતરમાં ભારત દેશમાં કોરોના વાયરસને સંક્રમણને નિયંત્રણમાં રાખવા ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય દ્વારા તારીખ 31 માર્ચ, 2020 સુધી અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ગુજરાતમાં આવતી પેસેન્જર બસો, ટેક્ષી કેબ અને મેક્સી કેબ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગુજરાત રાજ્ય બહારથી આવતી તમામ પેસેન્જર બસો, ટેક્સી કેબ અને મેક્સી કેબ ગુજરાત રાજ્યમાં આજથી પ્રવેશી શકશે નહિ.
આ ઉપરાત ગુજરાત રાજ્યમાં નોંધાયેલ ગુજરાત પર્મિંગ પેસેન્જર બસો, ટેક્સી કેબ અને મેકસી કેબ દ્વારા તારીખ 25 માર્ચ, 2020 સુધી રાજ્યની અંદર પણ મુસાફરોની હેરફેર કરી શકશે નહિ. પરંતુ કોરોના વાયરશના નિયંત્રણની કામગીરીમાં રોકાયેલ ઈમરજન્સી મેડિકલ સવિર્સિસ અને અંગત વપરાશ માટેના વાહનો, અને સરકારી ફરજમાં રોકાયેલા વાહનોને આ નિર્ણયથી
મુક્તિ આપવામાં આવેલ છે.
ગુજરાત રાજ્યમાં દરરોજ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશની પેસેન્જર બસો દ્વારા મોટી સંખ્યામાં મુસાફરોની હેરફેર થાય છે. આ હેરફેરથી કોરોના વાયરસને નિયંત્રણમાં લેવા માટે ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલ યાદીમાં જણાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે