Home> Gujarat
Advertisement
Prev
Next

પીએમ સાથે યોજાયેલી સીએમની વીડિયો કોન્ફરન્સમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ


ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સમાં સીએમ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અન્ય લોકો જોડાયા હતા. 

 પીએમ સાથે યોજાયેલી સીએમની વીડિયો કોન્ફરન્સમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ

ગાંધીનગરઃ ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી ઝડપમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ દેશના લોકોમાં પણ ગુસ્સો છે. ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓ સાથે યોજાલી વીડિયો કોન્ફરન્સ બેઠકની શરૂઆત ચીન સાથેના સંઘર્ષમાં ભારત દેશની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર સેનાનીઓને બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપીને થઇ હતી.

fallbacks

ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકમાં જોડાયેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ આ વીર શહિદોની શહાદતને કૃતજ્ઞતાપૂર્વક વંદન કરતાં બે મિનીટનું મૌન પાળ્યું હતું અને ભારત માતાના આ સપૂતો પ્રત્યે આદરાંજલિ અર્પણ કરી હતી. 

પીએમ મોદીએ કહ્યું જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારના ચીન બોર્ડર પર શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, હું દેશને વિશ્વાસ અપાવું છું કે, જવાનોનું બલિદાન વ્યર્થ નહી જાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સૈનિકો મારતા મારતા શહીદ થયા છે. મુખ્યમંત્રીઓની સાથે બેઠકમાં શહીદ જવાનો માટે 2 મિનિટનું મૌન પર રાખવામાં આવ્યું હતું.

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More