પ્રેમલ ત્રિવેદી/પાટણ: જિલ્લાના ખેડૂતોએ મોટા ખર્ચાઓ કરી એરંડાના પાકનું વાવેતર કર્યું પણ ત્યારબાદ પાક ઉભો થવા આવ્યો ત્યાં વાતાવરણમાં એકાએક બદલાવ જોવા મળ્યો છે. જેમાં સવારે ઠંડી સાથે ઠાર અને ત્યાર બાદ ગરમી નું વાતાવરણ સર્જાતા એરંડાના છોડ પર આવેલ માળો એકાએક ખરવા લાગી છે. જેને લઇ ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છૅ. આ પ્રકારના વાતાવરણને લઇ પાક ઉત્પાદન પર મોટી અસર થાય તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છૅ.
આ આગાહી પર નજર કરી લેજો! ગુજરાતમા હજું હવે ખરા અર્થમાં જામશે શિયાળો,જાણો ભયાનક આગાહી
પાટણ જિલ્લાના ખેડૂતોએ ઘણી આશાઓ સાથે ખેડ, ખાતર, બિયારણ પાછળ મોટા ખર્ચાઓ કરી એરંડાના પાકનું વાવેતર કર્યું અને ત્યારબાદ અનેક મુશ્કેલીઓ વેઠી પાક ઉભો કર્યો ત્યારે હવે વાતાવરણમાં એકા એક પલટો આવતા ઉભા એરંડાના ઉભા પાકમાંથી માળો ખારવા લાગી છૅ.
ગુજરાતના આ શહેરમાં 500 કરોડના ખર્ચે બનશે સરદાર ધામ, પાટીદારોએ દિલ ખોલીને દાન કર્યું
સવારે ઠંડી સાથે ઠાર અને ત્યાર બાદ ગરમીનું વાતાવરણ ઉભું થતા એરંડાના છોડ પર આવેલ માળો એકાએક ખરવા લાગી છે. જેને લઇ ખેડૂતો ચિંતાતુર બન્યા છૅ અને આ પ્રકારના વાતાવરણની સીધી અસર પાક પર પડતા ઉત્પાદનમાં મોટો ઘટાડો આવે તેવી સંભાવના ખેડૂતો સેવી રહ્યા છૅ. અગાઉ કમોસમી માવઠું થતા પાકમાં નુકશાની વેઠવી પડી અને હવે વાતાવરણમાં બદલાવ આવતા સવારે ઠાર પડતા પાકમાં માળો ખરવા લગતા ઉત્પાદન પર મોટી અસર થવા પામશે.
ATMમાં પૈસા ઉપાડવા જતા સાવધાન, તમારી આ એક નવી ભૂલ પડી શકે છે ભારે, જાણો કેવી રીતે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે