Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના હાઇવે પર ડફેર ગેંગ સક્રિય: ભાવનગરનાં 7 ટ્રકોમાં મચાવી લૂંટફાટ

વટામણથી તારાપુર જવાનો રોડ પર ગઇકાલે મોડીરાત્રે ડફેર ગેંગનાં શખ્સો દ્વારા 7 ટ્રકનાં ડ્રાઇવર અને ક્લિનરને અવાવરૂ સ્થળ પર અટકાવીને તેમને ઢોર માર મારવાની સાથે લૂંટ ચલાવ્યાની ઘટના સામે આવી છે. આ લૂંટ બાદ ભોગન બનેલા ડ્રાઇવર અને ક્લિનર દ્વારા વીડિયો બનાવવામાં આવ્યા હતા અને વાયરલ કર્યા હતા. તેમણે અન્ય વાહન ચાલકોને પણ ચેતવ્યા છે.

ગુજરાતના હાઇવે પર ડફેર ગેંગ સક્રિય: ભાવનગરનાં 7 ટ્રકોમાં મચાવી લૂંટફાટ

અમદાવાદ : વટામણથી તારાપુર જવાનો રોડ પર ગઇકાલે મોડીરાત્રે ડફેર ગેંગનાં શખ્સો દ્વારા 7 ટ્રકનાં ડ્રાઇવર અને ક્લિનરને અવાવરૂ સ્થળ પર અટકાવીને તેમને ઢોર માર મારવાની સાથે લૂંટ ચલાવ્યાની ઘટના સામે આવી છે. આ લૂંટ બાદ ભોગન બનેલા ડ્રાઇવર અને ક્લિનર દ્વારા વીડિયો બનાવવામાં આવ્યા હતા અને વાયરલ કર્યા હતા. તેમણે અન્ય વાહન ચાલકોને પણ ચેતવ્યા છે.

fallbacks

નિવૃત Dy.SP ના પુત્રએ પિતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરતા ચકચાર

વીડિયોમાં એક ભાઇ જણાવી રહ્યા છે કે, ભાવનગરની અમારી ગાડી છે. જેમાં લોખંડના સળીયા ભરેલા છે. વટામણ- તારાપુ રોડ પર 10 કિલોમીટરના અંતરમાં ગાડીઓ લૂંટી લેવામાં આવી છે. લૂંટ થયેલામાં એક ગાડી અમરેલીની અને બાકી 6 ગાડીઓ ભાવનગરની છે. તમામનું કુલ થઇને 75 હજારની રોકડ અને વસ્તુઓ ગેંગ દ્વારા લૂંટી લેવામાં આવી હતી. આટલું જ નહી પૈસા અને મોબાઇલ તો લૂંટી જ લીધા સાથે સાથે તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો.

ગુજરાતમાં પાણીનો પોકાર: એક જ કુવા પર નભે છે 5 હજાર લોકો, રજૂઆતો કર્યાં છતાં ના મળ્યું પાણી

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ લોકડાઉનનાં કારણે મોટા ભાગનાં હાઇવે સુમસાન બન્યા છે. પોલીસ પણ વિવિધ શહેરોમાં લોકડાઉનનું પાલન કરાવવામાં વ્યસ્ત છે. જેના કારણે ચોર ટોળકીઓને ફાવતું મળ્યું છે. હાઇવે પર પસાર થતા માલવાહક ટ્રક અને તેનાં ડ્રાઇવરને લૂંટી લેવામાં આવી રહ્યા છે. હાલ તો આ મુદ્દે અમદાવાદ રેન્જ આઇ.જી દ્વારા લૂંટનો ગુનો નોંધીને તપાસના આદેશ અપાયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More