Home> Gujarat
Advertisement
Prev
Next

લોનના હપ્તામાંથી છૂટવા ટ્રક માલિકે વર્ષો જૂના મિત્રને નિર્દયતાથી કચડ્યો, કઈ રીતે ફૂટ્યો ભાંડો જાણીને દંગ રહી જશો

ટ્રકની લોનના હપ્તા ન ભરવા પડે, વીમાની રકમ પાકી જાય એ માટે થઈને એક મિત્રએ પોતાના વર્ષો જૂના ખાસ મિત્રને એવો તે કચડી નાખ્યો કે તેની ઓળખ ન થાય અને આ રીતે પોતાના મોતનું તરકટ રચી નાખ્યું. 

લોનના હપ્તામાંથી છૂટવા ટ્રક માલિકે વર્ષો જૂના મિત્રને નિર્દયતાથી કચડ્યો, કઈ રીતે ફૂટ્યો ભાંડો જાણીને દંગ રહી જશો

Gujarat Crime News. લોનના હપ્તા ભરવા ન પડે અને આર્થિક સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે વ્યક્તિએ પોતાના જ મિત્રનું કાસળ કાઢી નાખ્યું અને તેને પોતાના મોતમાં ફેરવી દીધુ. પોલીસ તપાસમાં કઈ રીતે ભાંડો ફૂટ્યો તે જાણીને દંગ રહી જશો. 

fallbacks

લોહીના સંબંધો કરતા પણ મિત્રતાનો સંબંધ અનેરો ગણાય છે કારણ કે આ સંબંધ હ્રદયના તાંતણે બંધાયેલા સંબંધ હોય છે પરંતુ આ કળિયુગમાં મિત્રતાના સંબંધને પણ લજવે તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતના સણીયા-ખંભાસલા રોડ પર તાજેતરમાં જ એક વ્યક્તિ અજાણ્યા વાહન હેઠે કચાડાયાની ઘટના ઘટી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત જેવો દેખાતા આ કેસની તપાસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. 

પોલીસ તપાસમાં આ અકસ્માતે થયેલા મોતનું ખરું કારણ હત્યા થઈ જોવાનું સામે આવ્યું છે. એમાં પણ સૌથી દર્દનાક વાત એ છે કે આ હત્યા કોઈ બીજાએ નહીં પરંતુ મૃતકના મિત્રએ જ કરી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ આરોપી શીવકુમાર મિશ્રા અને મૃતક દેવીપ્રસાદ પાલ દસ વર્ષ જૂના મિત્રો હતા. શીવકુમાર પોતે ટ્રકનો માલિક પણ હતો અને ડ્રાઈવિંગ પણ કરતો હતો. દેવું વધી જતા અને લોનના હપ્તાઓમાંથી છૂટવા માટે સસુરાલ સિમર કા સીરિયલમાંથી આઈડિયા મેળવ્યો અને 2 લાખ રૂપિયાનો વીમો કેશ કરાવવા માટે વર્ષો જૂના મિત્રની એ હદે ક્રૂરતાપૂર્વક હત્યા કરી તે જાણીને રૂવાડાં ઊભા  થઈ જશે. 

સીરિયલ પરથી દેવું ભરપાઈ કરવાની પ્રેરણા મેળવીને શીવકુમારે પોતાના જ મોતનું ષડયંત્ર રચી તેમાં મિત્રને ફસાવી તેની હત્યા કરી નાખી. અઠવાડિયા પહેલા આ ઘટનાને અંજામ આપ્યો જેને પોલીસ હજુ સુધી તો આકસ્મિક મોત જ ગણીને તપાસ કરતી હતી. પરંતુ તપાસમાં થયેલા ખુલાસાઓએ બધાને હચમચાવી દીધા. શીવકુમારે મિત્ર દેવીપ્રસાદને એ હદે ચિક્કાર દારૂ પીવડાવ્યો કે તે બેભાન થઈ ગયો અને પછી તેણે પોતાના કપડાં મિત્ર દેવીપ્રસાદને પહેરાવી દીધા અને મોબાઈલ પણ ખિસ્સામાં મૂકી દીધો. ત્યારબાદ તેને ટ્રકમાં બેસાડીને સણીયા-ખંભાસલા રોડ પર લઈ ગયો. જ્યાં ટ્રકમાંથી તેને ઘસડીને નીચે ઉતાર્યો ન પછી રોડ પર સૂવડાવી તેના પર ટ્રક ચડાવી દીધો. મોથા પર બેથી ત્રણવાર ટાયર ફેરવ્યું જેથી કરીને ઓળખ છતી ન થાય. 

ત્યારબાદ તે કડોદરા-બારડોલી રોડની સર્વોત્તમ હોટલ નજીક પેટ્રોલ પંપે ગયો અને ટ્રકને ત્યાં પાર્ક કરી રીક્ષામાં ઉધના આવી ગયો. બે કલાક રોકાયો અને પછી આખા દિવસની મુસાફરી માટે 30 રૂપિયાની ટિકિટ લીધી અને બીઆરટીએસ બસની ટીકિટ  લઈ ઉધના સચિન રોડ પર મુસાફરી કર્યા બાદ ભેસ્તાન ત્રણ રસ્તા પાસે ઉતરી ગયો. અહીં કી પેડવાળો ફોન ખરીદીને બીજા સીમથી પુણે રહેતા મિત્ર મોનુ ગૌતમને કોલ કરી બધી વાત કરી. અને તેના ત્યાં રોકાવવા માટે સહારા દરવાજાથી લક્ઝરીમાં પુના જવા નીકળી ગયો. એટલું જ નહી તેણે મોનુને ફરી કોલ કરી પત્ની મીના સાથે કોન્ફરન્સ કોલ પર વાત કરાવવાનું કહ્યું અને પત્નીને ઉઠા ભણાવ્યા કે દેવું વધી ગયું એટલે પોતાના જ આકસ્મિક મોતનો પ્લાન ઘડ્યો છે. જેથી મૃતદેહ સ્વીકારી અંતિમ સંસ્કાર કરી લેવા. પછી વીમો પાકી જશે તો ટ્રકની લોન પણ માફ થઈ જશે અને થોડા દિવસોમાં  પાછો ફરીશ અને બીજા શહેરમાં નવેસરથી જીવન શરૂ કરીશું. 

કેવી રીતે પોલ ખુલી?
એટલું સટિક ષડયંત્ર ઘડ્યું હતું કે પોલીસ પણ પહેલા તો આકસ્મિક મોત જ માની રહી હતી. મૃતકની ઓળખ ન થાય એટલે ઘણા ધમપછાડા કર્યા પરંતુ મૃતકના મોબાઈલ ફોન અને પહેરેલા કપડાના આધારે પહેલા તો શીવકુમાર હોવાની ઓળખ થઈ. સચિન પોલીસે તપાસ હાથ ધરતા અકસ્માત કરનારા વાહનને શોધવા માટે સ્થાનિક વિસ્તારમાં સીસીટીવી ફૂટેજની શોધ કરવાનું શરૂ કર્યું. આ રોડ પર સ્વામીનારાયણ મંદિર છે જેના સીસીટીવી ફૂટેજમાં કોઈ વાહન કે વ્યક્તિ જોવા મળી નહીં. પોલીસને એ પણ જાણવા મળ્યું કે મૃતક યુવક અગાઉ વડોદમાં રહેતો હતો અને એક યુવાન સાથે મોપેડ પર જતો જોવા મળ્યો હતો. 

પોલીસ જ્યારે તપાસ માટે શીવકુમારના ઘરે પહોંચી તો ત્યાં પણ પત્નીને જોઈને શંકા ગઈ કારણ કે તેના ચહેરા પર પતિના મોતથી દુખના હાવભાવ જોવા મળ્યા નહીં. એટલું જ નહીં ઉપરથી તેણે પોલીસને એવું પણ પૂછ્યું કે પતિનું અકસ્માતમાં મોત થયું છે અને તેમનો બે લાખ રૂપિયાનો એલઆઈસીનો વીમો છે તો રૂપિયા મળશે કે નહીં? જેવું પત્નીએ આવું પૂછ્યું કે પોલીસને શંકા ગઈ. પોલીસે વધુ તપાસ હાથ ધરી જેમાં શીવકુમાર બે સીમ વાપરતો હોવાનું અને ટ્રકમાં જીપીએસ પણ હોવાનું સામે આવ્યું. એક સીમ ગૂમ હતું અને તેનું લોકેશન તથા જીપીએસનું લોકેશન ટ્રેક કરવામાં આવ્યું તો બંનેમાં સામ્ય જણાયું. ધીરે ધીરે પોલીસ તપાસમાં બધી વિગતો ખુલતી ગઈ અને પોલીસ મોનુ સુધી પહોંચી ગઈ અને શીવકુમાર ત્યાં જીવતો મળી આવ્યો. 

પોલીસે આકરા થઈ પૂછપરછ કરતા શીવકુમાર બોલી ગયો કે પોતે ટ્રક માલિક છે અને બીજી ટ્રક લીધી હતી પરંતુ ટ્રકના હપ્તા ભરવામાં તકલીફ પડતી હતી અને દેવું  થઈ જતા મિત્ર દેવીપ્રસાદ એકલો રહેતો હોવાથી તકનો ગેરલાભ લઈ આ કાંડ કરી નાખ્યો. પોલીસે શીવકુમાર તેની પત્ની અને મોનુની ધરપકડ કરી 25 જુલાઈ સુધીના રિમાન્ડ લેવામાં સફળતા મેળવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More