સુરતઃ જગત જમાદાર અમેરિકામાં થોડા કલાકો બાદ ટ્રમ્પ યુગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભારતીય સમય મુજબ આજે રાત્રે સાડા દશ વાગ્યે ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદના શપથ લેવાના છે. ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર સહિત ભારતના અનેક દિગ્ગજો શપથવિધિમાં ઉપસ્થિત રહેવા માટે પહોંચ્યા છે...સમગ્ર વિશ્વમાં ટ્રમ્પની ચર્ચાઓ થઈ રહી છે તો આપણા ગુજરાતમાં અને ખાસ સુરતમાં ટ્રમ્પ ફિવર છવાયો છે...ત્યારે સુરતમાં કેવી રીતે છવાયા છે ટ્રમ્પ?...ટ્રમ્પને શું મોટી ગિફ્ટ આપવાનું છે સુરત?...જુઓ આ અહેવાલમાં....
આમ તો ગુજરાતીઓ એટલે વૈશ્વિક પ્રજા...વિશ્વનો એવો કોઈ દેશ કે એવો કોઈ ખૂણો નહીં હોય જ્યાં તમને ગુજરાતીઓ ન મળે....પણ ટ્રમ્પની તાજપોશીની આતુરતા જેટલી અમેરિકનો અને ટ્રમ્પની પાર્ટી રિપબ્લીકનના કાર્યકરોને છે તેનાથી વધારે પણ વધારે ઉત્સાહ સુરતમાં છે...સુરતમાં ટ્રમ્પ માટે ખાસ ગિફ્ટ તૈયાર કરાઈ છે...આ એવી ગિફ્ટ છે જેની કિંમત લાખોમાં છે...હા...સુરતમાં ટ્રમ્પની કંઈક એવી પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે જેને તમે જોતા જ રહી જશો.
તમને દ્રશ્યોમાં ટ્રમ્પની પ્રતિકૃતિ દેખાશે...પણ પહેલી નજરે તમને ખબર નહીં પડે કે પ્રતિકૃતિ તૈયાર શેમાં કરાઈ છે...તો અમે આપને જણાવી દઈએ કે આ જ ખાસ ગિફ્ટ ટ્રમ્પને આપવાની છે...અને આ ખાસ કલાકૃતિ લેબગ્રોન ડાયમંડ પર તૈયાર કરવામાં આવી છે....ટ્રમ્પની આબેહૂબ પ્રતિકૃતિ સુરતના પાંચ અનુભવી રત્નકલાકારોએ અનેક કલાકોની મહેનત બાદ તૈયાર કરી છે...4.5 કેરેટના લેબગ્રોન ડાયમંડમાંથી તૈયાર કરાયેલો આ ડાયમંડને નિહાળી ટ્રમ્પ પણ આશ્ચર્યચકીત થઈ જવાના છે.
આ પણ વાંચોઃ હીરા કારોબારીને ભારે પડી શારીરિક સંબંધની લાલચ, બની ગયો હનીટ્રેપનો શિકાર
સુરત વિશ્વના હીરાઓનું પોલિંશિંગ અને કટિંગનું હબ કહેવામાં આવે છે...કહેવાય છે કે વિશ્વના 90 ટકા હીરાનું કટિંગ અને પોલિશિંગ સુરતમાં જ થાય છે...ત્યારે ડાયમંડ નગરી સુરતની એક હીરા કંપનીએ ટ્રમ્પ માટે ખાસ હીરો તૈયાર કર્યો છે...આ હીરાનું કટિંગ એ રીતે કરવામાં આવ્યું છે કે તેને કોઈ પણ સાઈડથી નિહાળીએ તો ટ્રમ્પની જ પ્રતિકૃતિ દેખાય...અને પોલિશિંગ પણ એવું કરાયું છે કે તેની ચમક અંજાવી દે તેવી છે...લેબગ્રોન ડાયમંડ લેબની અંદર તૈયાર થાય છે અને તેની વેલ્યુ અને ગુણવત્તા રિયલ ડાયમંડ જેવી જ હોય છે...આ જ લેબગ્રોન ડાયમંડને તૈયાર કરતાં 4 કારીગરોને 60 દિવસની મહેનત લાગી હતી....ડી કલરનો આ ડાયમંડ તેની શુદ્ધતા અને ચમક માટે છે જાણીતો....આની કિંમત તો ઉદ્યોગપતિ કહેવા તૈયાર નથી પરંતુ એક્સપર્ટના મતે 20 લાખથી વધારે હોઈ શકે છે...
કેમ ખાસ છે આ હીરો?
કટિંગ એ રીતે કરાયું કે કોઈ પણ સાઈડથી ટ્રમ્પની પ્રતિકૃતિ દેખાય
પોલિશિંગ એવું કરાયું છે કે તેની ચમક અંજાવી દે તેવી છે
લેબમાં તૈયાર કરેલા ડાયમંડની વેલ્યુ રિયલ ડાયમંડ જેટલી
4 કારીગરોને 60 દિવસની મહેનત લાગી હતી
ડી કલરનો ડાયમંડ તેની શુદ્ધતા અને ચમક માટે જાણીતો
એક્સપર્ટના મતે કિંમત 20 લાખથી વધારે હોઈ શકે છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે