Home> Gujarat
Advertisement
Prev
Next

રસ્તા પર ઉતરી આવ્યું સિંહોનું ટોળું, મોજ-મસ્તી કરતા કેમેરામાં થયા કેદ

એક-બે કે ચાર-પાંચ નહીં પરંતુ 12 જેટલા સિંહ બાળ અને સિંહોનું ટોળું પોતાની મોજમાં રસ્તાની વચ્ચે આવી બેસી ગયું હતું. જેમાં મોટાભાગના સિહ બાળ હતા અને સાથે સિંહણ પણ જોવા મળી હતી. 

રસ્તા પર ઉતરી આવ્યું સિંહોનું ટોળું, મોજ-મસ્તી કરતા કેમેરામાં થયા કેદ

કેતન બગડા, અમરેલી: અમરેલીમાં ફરી એક વખત સિંહોનું ટોળું જોવા મળ્યું છે. એક-બે કે ચાર-પાંચ નહીં પરંતુ 12 જેટલા સિંહ બાળ અને સિંહોનું ટોળું પોતાની મોજમાં રસ્તાની વચ્ચે આવી બેસી ગયું હતું. જેમાં મોટાભાગના સિહ બાળ હતા અને સાથે સિંહણ પણ જોવા મળી હતી. 

fallbacks

વધુમાં વાંચો: સુ.નગરમાં વિદ્યાર્થીઓની SSCની પરીક્ષા કે મોતની પરીક્ષા, વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે, વહેલી સવારે 12 જેટલા આ સિહોનું ટોળું રસ્તાની વચ્ચે આવી બેસી ગયું હતું અને મસ્તી કરી રહ્યું હતું. ત્યારે સવારના તે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓએ આ દ્રશ્યો જોતા જ રોમાંચિત થઇ ગયા હતા. અને સિંહોની મસ્તીને મોબાઇલના કેમેરામાં કેદ કરી લીધી હતી. ક્યારેક એક સાથે જોવા મળતા સિંહોના આ દ્રશ્યો ધારીના આંબરડી નજીકના છે.

આ ઉપરાંત ગીર ગઢડા તાલુકાના ઉમેજપરા ગામ પાસે રોડ ઉપર ડાલ્લા માથાને બે સિંહોની રોડ ઉપરની લટારનો વિડીયો વાઇરલ થયેલ છે. ગીર જંગલથી નજીક આવેલ આ વિસ્તારમાં સિંહો શિકારની શોધમાં આવી રીતે ટહેલતા જોવા મળી જતા હોય છે. ત્યારે ત્યાંથી પસાર થતા કોઈ કારમાં બેસીને પસાર થતાં મુસાફરે તેના મોબાઇલમાં આ નજારો કેદ કર્યો અને એ વિડિયો વાયરલ થયો છે.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More