Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં 2 લાખ નવા સસ્તા મકાનો બનશે, કોને મળશે અને કેવી રીતે અરજી કરવી તેની A To Z માહિતી આ રહી

Pradhan Mantri Awas Yojana :  દેશભરમાં PMAY-U 2.0 યોજના લોન્ચ થઇ છે, જેમાં ગુજરાતમાં 2 લાખ નવા મકાનો બનવાના છે, આ માટે ક્યાં અને કેવી રીતે અરજી કરવી તે જાણી લો

ગુજરાતમાં 2 લાખ નવા સસ્તા મકાનો બનશે, કોને મળશે અને કેવી રીતે અરજી કરવી તેની A To Z માહિતી આ રહી

Ahmedabad News : ગુજરાતમાં પ્રોપર્ટી માર્કેટ ઉંચું જઈ રહ્યું છે. આ કારણે મકાનોના ભાવ આસમાને આંબી રહ્યાં છે. પરંતું આ વચ્ચે ગુજરાતમાં 2 લાખ નવા મકાનો બની રહ્યાં છે, જે તમારા બજેટના હશે અને તમારા ઘરનું સપનુ સાકાર કરશે. ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આગામી 3 વર્ષમાં 2 લાખ નવા મકાનો બનવાના છે. જ્યાં કેવી રીતે અરજી કરવી અને શું છે પ્રોસેસ તે જાણી લઈએ. 

fallbacks

સરકારી માહિતી અનુસાર, ગુજરાતમાં આગામી 3 વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2 લાખ નવા મકાનો બનાવવામાં આવનાર છે. જેમાં જમીન અને જરૂરિયાતવાળા લોકો પર મુખ્ય ટાર્ગેટ કરવામાં આવનાર છે. દેશભરમાં PMAY-U 2.0 યોજના લોન્ચ થઇ છે, જેમાં ડિમાન્ડ પ્રમાણે આવાસો ઊભાં કરવામાં આવશે. લોકોની ડિમાન્ડ અને જરૂરિયાત મુજબ પ્લાનિંગ કર્યા બાદ નવા મકાનો બનાવવામાં આવશે. આખા ગુજરાતનાં તમામ 31 શહેરોમાં મકાનો બને એવો પ્રયાસ કરવામાં આવશે. 

ઓનલાઇન અરજી કરવા પોર્ટલ બનાવ્યું
આ યોજનાનો લાભ લેવા માટે પહેલાં લોકોના ઘરે ઘરે જઈને અરજી ભરાવવામાં આવતી હતી પણ હવે કેન્દ્ર સરકારે યુનિક પોર્ટલ બનાવ્યું છે. જેમાં લાભાર્થી પોતે જ ઓનલાઇન અરજી કરી શકે છે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વડાની પાટીદાર સમાજને મોટી અપીલ : ત્રણથી ચાર બાળક પેદા કરો

કોને મકાન માટે પહેલા ચાન્સ મળશે
આ વખતે મકાન ફાળવણીમાં કેટલાક બાબતો પર ફોકસ કરવામાં આવશે. જેમને જેઓને અત્યાર સુધી આવાસ યોજનાનો લાભ મળ્યો નથી તેમને પ્રાયોરિટીમાં મૂકવામાં આવશે. છેલ્લાં 20 વર્ષમાં કેન્દ્ર કે રાજ્ય સરકારની કોઇપણ આવાસ યોજનાનો લાભ લીધેલો ન હોય તેવા લોકોને લાભ મળવાની તક વધુ છે. સાથે જ જેમનું પાક્કુ મકાન ન હોય તેવા લોકોને પણ તક મળશે. આ ઉપરાંત આર્થિક રીતે નબળા લોકોને પણ યોજનાનો લાભ મળશે. જેમની આવક ઓછી હોય તેમને પણ આવાસ યોજનાનો લાભ મળશે. તેમજ મધ્યમ આવકવાળા લોકોને પણ આ સ્કીમનો લાભ મળી શકે છે. આ ઉપરાંત એ પણ ધ્યાન રાખો કે, કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ કુટુંબ તરીકે પતિ-પત્ની અને અપરિણીત બાળકો તથા વિધવા, એકલી રહેતી મહિલા, ટ્રાન્સજેન્ડર્સ પણ લાભને મળવા પાત્ર છે. 

આ પોર્ટલની લીંક પર અરજી કરી શકાય છે 

મહત્વની બાબત એ છે કે, આ યોજનામાં કુલ 4 પ્રકારનાં મકાનો બનાવાશે. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે, જ્યાં ચારેય પ્રકારનાં મકાનોને મંજૂરી મળી છે. આ વર્ષે સબસિડીની રકમમાં પણ 50 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

પ્લેન ક્રેશના વકીલે રતન ટાટાને યાદ કર્યા, ટાટા ગ્રૂપ માટે કહી દીધી મોટી વાત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More