Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટઃ ભિક્ષા માંગવા આવેલા બે ભિક્ષુક મહિલાની હત્યા કરી ફરાર

આ ઘટના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પાંચવડા ગામની છે.   

  રાજકોટઃ ભિક્ષા માંગવા આવેલા બે ભિક્ષુક મહિલાની હત્યા કરી ફરાર

રાજકોટઃ જસદણ તાલુકાના પાંચવડા ગામમાં ભિક્ષાવૃતિ કરવા આવેલા બે શખ્સોને મહિલા સાથે ભિક્ષાના રૂપિયા આપવામાં માથાકૂટ થઇ હતી. જે બાદ બન્ને ભિક્ષુક ઉશ્કેરાતા મહિલાના માથામાં બોથડ પદાર્થ મારતા મહિલાનુ મોત નિપજ્યુ હતુ. જો કે ઘટનાને અંજામ આપી બંને શખ્સો ત્યાથી નાસી છુટ્યા હતા. તો બિજી તરફ ઘરમા રહેલ બંને દિકરીઓ રાડો પાડતા આડોશ પાડોશના વ્યક્તિઓ એકઠા થઈ ગયા હતા. મૃતક મહિલાનો પતિ ખેતરે દવા છાંટવા ગયો હતો જ્યારે સાસુ નાના દિકરાને ત્યા ગયા હતા. પોલીસના જણાવ્યાં મુજબ આટકોટના પાચવડા ગામે અશોકભાઇ સાવલીયાના ઘરે બે ભિક્ષુકો ભિક્ષા માંગવા આવ્યા હતા. ઘરે અશોકભાઇની પત્ની જયશ્રીબેન હાજર હોય બન્ને ભિક્ષુકોએ તેની પાસે ભિક્ષા માગી હતી. ત્યારે જયશ્રીબેન અને બન્ને ભિક્ષુકો વચ્ચે ભિક્ષાના રૂપિયાને લઇ માથાકૂટ થઇ હતી. બન્ને ભિક્ષુકો ઉશ્કેરાતા જયશ્રીબેનના માથામાં બોથડ પદાર્થ મારી દેતા લોહીલૂહાણ થઇ ગયા હતા. આ અંગે આટકોટ પોલીસે પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More