Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતની બે મોટી ઘટના! મહેસાણામાં મેડિકલનો અભ્યાસ કરતી અને વડોદરામાં બાંગ્લાદેશી યુવતીએ આણ્યો જિંદગીનો અંત

આજે આવી બે ઘટનાઓ બની છે, જેમાં મહેસાણા નજીક બાસણા ગામ નજીક આવેલી મર્ચન્ટ હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે, તો MSUની ફાર્મસી ફેકલ્ટીમાં પહેલા વર્ષમાં ભણતી બાંગ્લાદેશી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે.

ગુજરાતની બે મોટી ઘટના! મહેસાણામાં મેડિકલનો અભ્યાસ કરતી અને વડોદરામાં બાંગ્લાદેશી યુવતીએ આણ્યો જિંદગીનો અંત

ઝી બ્યુરો/મહેસાણા: શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આત્મહત્યાના બનાવો વારંવાર સામે આવી રહ્યા છે, ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આત્મહત્યાના કેસોમાં ઉત્તરોત્તર વધારો થયો છે. એમાં પણ IIM, IIT, NITs જેવી પ્રીમિયમ સંસ્થાઓના વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવવાના બનાવો વધારે છે. ત્યારે આજે આવી બે ઘટનાઓ બની છે, જેમાં મહેસાણા નજીક બાસણા ગામ નજીક આવેલી મર્ચન્ટ હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે, તો MSUની ફાર્મસી ફેકલ્ટીમાં પહેલા વર્ષમાં ભણતી બાંગ્લાદેશી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે.

fallbacks

મહેસાણામાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત
મહેસાણા નજીક બાસણા ગામ નજીક આવેલી મર્ચન્ટ હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ભારે વિવાદ સર્જાયો છે. હોમિયોપેથીક કોલેજમાં અભ્યાસ  કરતી અને કેમ્પસ માં આવેલી ગર્લ્સ હોસ્ટેલ માં રહેતી  વિદ્યાર્થીની ઉર્વશી શ્રીમાળી એ ગળેફાંસો ખાઈ પોતાના જ રૂમ માં આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. કોલેજની વિદ્યાર્થીનીના આપઘાત બાદ વિદ્યાર્થીઓમાં ભારે રોષના પગલે કોલેજ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કોલેજમાં તોડફોડ કરી હતી.

આમ,વિદ્યાર્થીઓ ના રોષ ના પગલે મહેસાણા તાલુકા સહિત નો પોલીસ કાફલો મર્ચન્ટ કોલેજે પહોંચ્યો હતો. તો બીજી તરફ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતાઓ પણ પહોંચ્યા હતા અને લાંબો સમય સુધી કોલેજ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હોમિયોપેથીક કોલેજની વિદ્યાર્થીનીના આપઘાત બાદ અન્ય વિદ્યાર્થીનીઓ એ કોલેજ ઉપર ગંભીર પ્રકાર ના આક્ષેપો કર્યા છે,આપઘાત નું કારણ હજુ અકબંધ છે તો પોલીસે પણ આપઘાત સ્થળે થી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.

વડોદરામાં બાંગ્લાદેશી વિદ્યાર્થીનીનો આપઘાત
વડોદરામાં 20 વર્ષીય બાંગ્લાદેશી વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. બાંગ્લાદેશી વિદ્યાર્થીનીએ નર્મદા એપાર્ટમેન્ટ નવરંગ સિનેમા ખાતે રહેતી હતી અને MSUની ફાર્મસી ફેકલ્ટીમાં પહેલા વર્ષમાં ભણતી હતી. યુવતી ગતરોજ આશરે રાત્રે 10.15 પોતાના રૂમમાં ગઈ હતી. પરીક્ષામાં હાજર નહિ રહેતા સહ વિદ્યાર્થિની ભાળ મેળવવા રૂમ પર પહોંચતા મોટો ખુલાસો થયો હતો. રૂમનો દરવાજો અંદરથી બંધ જણાતા દરવાજો તોડવો પડ્યો હતો. ત્યારબાદ અંદરનું દ્રશ્ય જોઈ તમામ ડરી ગયા હતા. વિદ્યાર્થિની દુપટ્ટા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જણાતા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે તલાશી લેતા અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. જે ચિઠ્ઠીમાં કોઈના ઉપર આક્ષેપ કે દબાણનો ઉલ્લેખ કરાયો નહોતો.

તમને જણાવી દઈએ કે વિદ્યાર્થીની સપ્ટેમ્બર મહિનામાં અભ્યાસ અર્થે બાંગ્લાદેશથી ભારત આવી હતી. મૃતક મોહોના મેન્ડોર ભણવામાં તેજસ્વી હતી. 12 સાયન્સમાં 90 ટકા માર્કસ મેળવ્યા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી પીએમની તજવીજ હાથ ધરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More