Home> Gujarat
Advertisement
Prev
Next

મહિલાએ તરૂણીને ઘરકામ માટે બોલાવી જો કે પુત્રોએ તો અલગ જ કામ ચાલુ કર્યું અને એક દિવસ...

શહેરના મોરબી રોડ પર રહેતી એક 16 વર્ષની સગીરાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપતા ખળભળાટ મચી ગયો છે. જેની પ્રાથમિક તપાસમાં સંબંધીના જ બે પુત્રો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સગીરાને પેટમાં દુખાવો થતા પરિવાર હોસ્પિટલ લઇને ગયો હતો. હોસ્પિટલના ડોક્ટરે 9 મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું અને આ દુખાવો પ્રસુતીનો હોવાનું જણાવ્યું હતું. જેથી પરિવારના પગ નીચેથી તો જમીન સરકી ગઇ હતી. જો કે ડોક્ટરોએ તત્કાલ બાળકનો જન્મ કરાવ્યો હતો. 

મહિલાએ તરૂણીને ઘરકામ માટે બોલાવી જો કે પુત્રોએ તો અલગ જ કામ ચાલુ કર્યું અને એક દિવસ...

રાજકોટ : શહેરના મોરબી રોડ પર રહેતી એક 16 વર્ષની સગીરાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપતા ખળભળાટ મચી ગયો છે. જેની પ્રાથમિક તપાસમાં સંબંધીના જ બે પુત્રો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સગીરાને પેટમાં દુખાવો થતા પરિવાર હોસ્પિટલ લઇને ગયો હતો. હોસ્પિટલના ડોક્ટરે 9 મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું અને આ દુખાવો પ્રસુતીનો હોવાનું જણાવ્યું હતું. જેથી પરિવારના પગ નીચેથી તો જમીન સરકી ગઇ હતી. જો કે ડોક્ટરોએ તત્કાલ બાળકનો જન્મ કરાવ્યો હતો. 

fallbacks

સરકારી કામ માટે ડિજિટલ એપ લોન્ચ તો ધડાધડ થાય છે પણ આખરે શોભાના ગાંઠી બની જાય છે

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના મોરબી રોડ પર રહેતા મુળ ભાવનગરના પરિવારની 16 વર્ષીય સગીરાએ ગઇકાલે અચાનક પેટમાં દુખાવો થતા પરિવાર તેને લઇને રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ થયો હતો. જો કે તબીબોને આશંકા જતા તેમણે ચેકિંગ કર્યું તો તરૂણી ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. આ જાણ પરિવારને કરાતા પરિવાર પણ થોડા સમય માટે અચંબિત થઇ ગયો હતો. જો કે સગીરાને તત્કાલ ડિલિવરી કરાવવી પડે તેમ હોવાથી તત્કાલ ડિલિવરી કરાવી હતી. તરૂણીએ બાળકને જન્મ આપ્યો હતો. 

અમદાવાદમાં દારૂ'ખાના' ની રેલમ છેલ થાય તે પહેલા પોલીસનો દરોડો, એટલો દારૂ પકડાયો કે પોલીસ પણ વિચારતી થઇ

બનાવના પગલે સિવિલ પોલીસ ચોકીના સ્ટાફે પુછપરછ કરતા અને કાઉન્સેલિંગ કરતા સગીરાએ જણાવ્યું કે, ગત્ત માર્ચ દરમિયાન તે પોતાના પોરબંદર ખાતે સંબંધિના ઘરે ગઇ હતી. સંબંધી તેમના ખુબ જ નજીકના સગા છે. તેમનું ગળાનું ઓપરેશન કરાવ્યું હોવાથી સગીરા કામકાજમાં મદદ માટે ગઇ હતી. અહીં મહિલાના પરિચિતના પુત્રએ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે સગીરાને ગર્ભ રહી ગયો હતો. જો કે પરિવારને જાણ થશે તો ખીજાશે તેવા ડરના કારણે સગીરાએ કોઇને જાણ કરી નહોતી. જો કે સગીરાએ બાદમાં જણાવ્યું કે, સંબંધીના બે પુત્રો છે બંન્નેએ વારંવાર તેના પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના પિતા ઇમેટેશન જ્વેલરીના કારખાનામાં કામ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More