Home> Gujarat
Advertisement
Prev
Next

પાણી મુદ્દે બબાલ! બે સગા ભાઇઓએ ઘરમાં ઘુસીને પોતાન જ ભાઇ-ભાભી સાથે એવું કર્યું કે સંબંધો પર સવાલ ઉઠ્યા

હળવદના દિઘડિયા ગામે સીમમાં આવેલ વાડીએ ત્રણ સગા ભાઇઓ રહેતા હતા. તેઓની વચ્ચે ખેતીની જમીનમાં સિચાઈ માટેનું પાણી લેવા બાબતે થોડા દિવસો પહેલા બોલાચાલી થઇ હતી. ત્યારે ઉશ્કેરાટ અને આવેશમાં આવીને બે ભાઈઓએ એક સંપ કરીને તેના જ સગા ભાઈને છરીના ઘા ઝીકીને તેની હત્યા કરી નાખી હતી. જે બનાવમા મૃતકની પત્નીએ તેના જેઠ અને દિયરની સામે ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે હાલમાં ભાઇની હત્યા કરનારા હત્યારા એક ભાઇની ધરપકડ કરી છે. જ્યારે બીજાને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે. 

પાણી મુદ્દે બબાલ! બે સગા ભાઇઓએ ઘરમાં ઘુસીને પોતાન જ ભાઇ-ભાભી સાથે એવું કર્યું કે સંબંધો પર સવાલ ઉઠ્યા

હિમાંશુ ભટ્ટ/મોરબી : હળવદના દિઘડિયા ગામે સીમમાં આવેલ વાડીએ ત્રણ સગા ભાઇઓ રહેતા હતા. તેઓની વચ્ચે ખેતીની જમીનમાં સિચાઈ માટેનું પાણી લેવા બાબતે થોડા દિવસો પહેલા બોલાચાલી થઇ હતી. ત્યારે ઉશ્કેરાટ અને આવેશમાં આવીને બે ભાઈઓએ એક સંપ કરીને તેના જ સગા ભાઈને છરીના ઘા ઝીકીને તેની હત્યા કરી નાખી હતી. જે બનાવમા મૃતકની પત્નીએ તેના જેઠ અને દિયરની સામે ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે હાલમાં ભાઇની હત્યા કરનારા હત્યારા એક ભાઇની ધરપકડ કરી છે. જ્યારે બીજાને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે. 

fallbacks

બનાસકાંઠામા આફતનો વરસાદ: કંસારી ગામ તો ઠીક પણ ખેતરોમાં પણ ગોઠણસમા પાણી ભરાયા

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં દિઘડીયા ગામની સીમમાં રહેતા મૂળ ચિત્રોડી ગામના રહેવાસી મુકેશભાઈ કુકાભાઈ સારલા (૩૫) તેમના પરિવાર સાથે તા ૨૧ ના રોજ રાતે ઘરે હતા. ત્યારે તેના જ બે સગાભાઈ રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ ખેતરમાં સિચાઇ માટે પાણી લાવે બાબતે તેની સાથે બોલાચાલી કરી હતી. મુકેશભાઈ ઉપર છરી અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમા મુકેશભાઈની તીક્ષ્ણ હથિયારના ઘા વાગવાથી હત્યા થઇ હતી. તેની પત્નીએ તેના જેઠ અને દિયરની સામે હત્યાની ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે હાલમાં આરોપી મુન્નાભાઈ કુકાભાઈ સારલાની ધરપકડ કરેલ છે.

નશામાં મિત્રની જ હત્યા કરી નાખી, બહેન સામે ગંદા ચેનચાળા કરનારને મઝહરે એવો પાઠ ભણાવ્યો કે...

દિધડીયા ગામે હત્યાની જે ઘટના બનેલી છે તેમાં મૃતકના પત્ની દક્ષાબેનને અને બાર વર્ષના દીકરા હર્ષદને ઈજા થઈ હતી. જેથી તે બંનેને ત્યારે સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બાદમાં દક્ષાબેનની ફરીયાદ લીધી હતી. જેના આધારે પોલીસે જણાવ્યુ હતુ કે, રઘાભાઈ, મૃતક મુકેશભાઈ અને મુન્નાભાઈ ત્રણ સગાભાઇ છે અને તેઓની વડીલોપાર્જિત ૧૫ વીઘા જમીનમાંથી ત્રણેય ભાઈઓને પાંચ પાંચ વીઘા જમીન ભાગમાં આવેલ છે. જો કે, વીજ કનેક્શન એક જ હોવાથી મોટરથી સિંચાઇ માટે પાણી લેવા બાબતે ત્રણેય ભાઇઓની વચ્ચે બોલાચાલી થઈ હતી. અને બાદમાં બે સગાભાઈ રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ તીક્ષ્ણ હથિયાર વડે મુકેશભાઇ ઉપર હુમલો કર્યો હતો. જેમાં મુકેશભાઇની હત્યા કરેલ હતી હાલમાં એક આરોપીને પકડી લેવામાં આવેલ છે અને બીજાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

દારૂ પીધેલા PI ને ASI અને હેડ કોન્સ્ટેબલે મારવા લીધો, પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યાં

મોરબી જીલ્લામાં જાણે કે હત્યાના બનાવો રોજિંદા બની ગયા હોય તે રીતે કોઈને કોઈ વિસ્તારમાં અવારનવાર હત્યાની ઘટના સામે આવે છે ત્યારે હળવદના ચિત્રોડી ગામે સીમમાં બે સગા ભાઈઓના હાથે તેના ભાઈની હત્યા કરવામાં આવેલ હતી. તે ઘટનામાં પોલીસે મૃતકના પત્નીની ફરિયાદ લઈને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે જો કે, મોરબી જીલ્લામાં જે હત્યાનો સિલસિલો ચાલી રહ્યો છે તે ક્યારે અટકશે તે પ્રશ્ન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More