Surat News : સુરતમાં ફ્રેન્ડશિપ ડેની પૂર્વ સંધ્યાએ બે ગાઢ મિત્રોએ જીવનથી કંટાળી દવા પી તાપી નદીમાં કુદ્યા હતા. જેમાં એકનું મોત નિપજ્યું છે. તો એક ગંભીર હાલતમાં છે. આમ, ફ્રેન્ડશીપ ડેના દિવસે જ બે મિત્રોની જોડી તૂટી. બંને મિત્રોએ નિરાશા અને તણાવ એકબીજા સાથે વહેંચ્યા અને અંતે જીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો
સુરતમાં ફ્રેન્ડશીપ ડેના ગણતરીના કલાકો પહેલા અજીબ ઘટના બની હતી. ફ્રેન્ડશીપ ડેના એક દિવસ પહેલા જ બે મિત્રોએ તાપી નદીમા એકસાથે છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, નીચે કીચડ હોવાથી બંને ફસાયા હતા, અને બંનેનું સલામત રીતે રેસક્યૂ કરાયું હતું.
ડીંડોલીમાં રહેતા બે મિત્રોએ તાપીમ નદીાં કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતું તાપીના કીચડમાં ફસાતા બંને મિત્રોને બચાવી લેવાયા હતા. સ્થાનિકોની નજર જતા જ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ તાત્કાલિક બનાવ સ્થળે પોહચી બંને મિત્રોને બહાર કાઢ્યા હતા. બંને મિત્રોને શરીરના ભાગે ગંભીર ફેક્ચર થતા હોસ્પિટલમાં ખસેડાયા છે. સમગ્ર મામલે રાંદેર પોલીસે તપાસ શરૂ કરી છે.
અરવિંદ લાડાણીની ઈટાલિયાને મોરે મોરો આવી જવાની ચેલેન્જ, ગોપાલ માણાવદરની ચિંતા ના કરે
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ડિંડોલીના શિવહીરાનગર વિસ્તારમાં રહેતો 18 વર્ષીય સમીર રાજુ મહંતો મેડિકલ સ્ટોરમાં કામ કરે છે. તો તેનો મિત્ર કસ્તુભ બાવને ઓનલાઈન ડિલીવરીનું કામ કરે છે. કસ્તુભ 24 વર્ષનો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સમીર ધોરણ-10 માં પરીક્ષા આપવાનો હતો, તે કારણે ટેન્શનમાં હતો. તો કસ્તુભની નોકરી છુટી ગઈ હતી, તેમજ ડિલીવરીના કામમાં પણ મંદી હોવાતી તે ટેન્શનમાં રહેતો હતો. તેથી બંનેએ એકસાથે મોત વ્હાલુ કરવાનું નક્કી કર્યું.
પરંતું બંનેના નસીબમાં મોત લખ્યું ન હતું. બંનેએ શુક્રવારે રાતે ઉંદર મારવાની દવા એકસાથે ગટગટાવી હતી. જેના બાદ બંનેએ તાપી નદીના ચંદ્રશેખર બ્રિજ પરથી છલાંગ લગાવી હતી. પરંતું નીચે કાદવ હોવાથી બંને કાદવમાં ફસાયા હતા. સ્થાનિક લોકોએ આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેના બાદ રેસ્ક્યૂ ટીમ પહોંચી હતી. બંનેને ભારે મહેનત બાદ કાદવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેના બાદ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
સારવાર દરમિયાન આજે કૌસ્તુભનું મોત નિપજ્યું
ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બંનેને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હાલ બંનેની સારવાર ચાલી રહી હતી. દરમિયાન આજે સવારે કૌસ્તુભનું મોત નિપજ્યું હતું. પરિવારના એકના એક દીકરાએ અચાનક આપઘાતનું પગલું ભરી લેતા શોકનો માહોલ છવાઈ ગયો હતો.
અમેરિકામાં અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત, પાંચ દિવસથી ગુમ વૃદ્ધોની આખરે ભાળ મળી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે