Home> Gujarat
Advertisement
Prev
Next

વલસાડના જંગલમાં બે સગીર બહેનપણીઓની ઝાડ પર લટકતી લાશ મળી, હત્યા કે આત્મહત્યા?

Valsad Two Girls Suicide : કંપનીમાં એકસાથે નોકરી કરતી બે બહેનપણીઓના મોતને લઈને કપરાડાની નાનાપોન્ડા પોલીસે તપાસ શરૂ કરી છે... જોઇએ આ ક્રાઇમ રિપોર્ટ
 

વલસાડના જંગલમાં બે સગીર બહેનપણીઓની ઝાડ પર લટકતી લાશ મળી, હત્યા કે આત્મહત્યા?

Valsad News નિલેશ જોશી/કપરાડા : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના છેવાડે આવેલા વરણા ગામના જંગલ વિસ્તારમાં બે યુવતીએ એક સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આદિવાસી વિસ્તારમાં બે તરુણીઓએ એક સાથે જીવન ટૂંકાવતા ઘેરુ રહસ્ય સર્જાયું છે. 

fallbacks

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વારણા ગામના જંગલ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જંગલની તળેટીમાં મોટા પ્રમાણમાં ગામ લોકો એકત્ર થયા હતા, ત્યારે તળેટીમાં ઝાડ પર એક જ દોરી પર બે યુવતીઓનો ગળા ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા. જંગલ વિસ્તારમાં ગામના કેટલાક યુવાનો પશુ ચરાવવા આવ્યા હતા. તે લોકોએ સૌ પહેલા આ નજારો જોયો હતો. તાત્કાલિક ગામના સરપંચને જાણ કરવામાં આવી હતી અને ગામના સરપંચે તાત્કાલિક કપરાડા પોલીસને જાણ કરી હતી. કપરાડા પોલીસ પણ ઘટનાની ગંભીરતાને લઈને અંતરિયાળ વિસ્તારમાં આવેલ આ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

અમરેલીમાં રાજકારણ ગરમાયું, ભાજપના નેતાઓ અને અમરેલી પોલીસ આવ્યા આમને-સામને

નાનાપોન્ડા પોલીસ સ્ટેશનના પીઆઈ બીઆર બેરાએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને સગીરાઓ બહેનપણી છે. સૌ પહેલા તેમની ઓળખ વિધિ કરવી ખૂબ જરૂરી હતી. તેમના શરીર પર કેટલાક ટેટુ ચીતરેલા હતા જેના પરથી પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે નીતા ઘૂંટીયા નિલોશી ગામની રહેવાસી છે. તો અંજના કેતકી ગામની રહેવાસી હોવાનું બહાર આવ્યું. બંનેની ઓળખ થતા જ પોલીસે બંને મૃતક યુવતીઓના પરિવારજનોને જાણ કરી હતી. સ્થાનિક લોકોની હાજરીમાં બંનેના મુદ્દે નીચે ઉતારી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. 

જંગલ વિસ્તારના ઝાડની ડાળીએ એક જ દોરીથી બંને યુવતીઓ એકસાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. આયુવતીઓએ આપઘાત કર્યો છે કે તેમના મોતનું કંઈ અન્ય કારણ છે તેનું રહસ્ય ઘેરાયું છે. નીતાની સગાઈ થઈ ગઈ છે અને ગત 25 તારીખે તેના કાકાના લગ્નમાં છેલ્લે તેના ઘરે જોવા મળી હતી. જોકે ત્યાર બાદ તે દાદરા જ્યાં કંપનીમાં કામ કરે છે ત્યાં પોતાની રૂમમાં ગઈ હતી. જોકે આ બંને બહેનપણીઓ કે જે દાદરામાં એક કંપનીમાં કામ કરે છેતે કયા સંજોગોમાં અહીં પહોંચી તે એક સવાલ છે. બંનેના પ્રેમસંબંધની પણ ચર્ચા થઈ રહી છે. જોકે આ તપાસનો વિષય છે. તેથી પોલીસે આ મામલે મૃતકના પરિવારજનો અને સાથે કામ કરતા અન્ય સહકર્મીઓની સાથે આસપાસના લોકોની પણ પૂછપરછ હાથ ધરી બંનેના મોતનું સાચું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

ગુજરાતમાં આવીને કેજરીવાલનો ભાજપને ખુલ્લો પડકાર : ગોપાલ ઈટાલિયાને ખરીદીને બતાવો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More