Home> Gujarat
Advertisement
Prev
Next

ડ્રાઈવર વિના ચાલતી કાર...! ગુજરાતની બે વિદ્યાર્થીનીઓનો ઈન્ડીય ટેસ્લાનો પ્રોજેકટ બન્યો આકર્ષણનું કેન્દ્ર

વલાસણ ગામે યોજાયેલા જિલ્લા કક્ષાનાં ગણિત વિજ્ઞાન મેળામાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજુ કરાયેલા પ્રોજેકટ રજુ કરવામાં આવ્યા હતા. જેમાં નાપાની આદર્શ શૈક્ષણિક સંકુલની વિદ્યાર્થીનીઓ મહેજબીન જે રાણા અ્ને જસ્મીન જે રાણા દ્વારા ઓટો પાયલોટ કાર ઈન્ડીય ટેસ્લાનો પ્રોજેકટ રજુ કર્યો હતો

ડ્રાઈવર વિના ચાલતી કાર...! ગુજરાતની બે વિદ્યાર્થીનીઓનો ઈન્ડીય ટેસ્લાનો પ્રોજેકટ બન્યો આકર્ષણનું કેન્દ્ર

બુરહાન પઠાણ/આણંદ: વિદેશોમાં આધુનિક ટેકનોલોજીની મદદથી હવે ડ્રાયવર વિના કાર હંકારી શકાય તેવી ટેસ્લા કારની દિશામાં ઓટોમોબાઈલ ક્ષેત્ર આગળ વધી રહ્યું છે અને ભારતમાં પણ ડ્રાયવર વિના ચાલતી કાર માટે સંશોધનો થઈ રહ્યા છે. ત્યારે આણંદ જિલ્લાનાં નાપા ગામની આદર્શ શૈક્ષણિક સંકુલની બે વિદ્યાર્થીનીઓએ ડ્રાયવર વિના ચાલતી કારનો પ્રોજેકટ બનાવી વિજ્ઞાન મેળામાં રજુ કરતા જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. 

fallbacks

વલાસણ ગામે યોજાયેલા જિલ્લા કક્ષાનાં ગણિત વિજ્ઞાન મેળામાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજુ કરાયેલા પ્રોજેકટ રજુ કરવામાં આવ્યા હતા. જેમાં નાપાની આદર્શ શૈક્ષણિક સંકુલની વિદ્યાર્થીનીઓ મહેજબીન જે રાણા અ્ને જસ્મીન જે રાણા દ્વારા ઓટો પાયલોટ કાર ઈન્ડીય ટેસ્લાનો પ્રોજેકટ રજુ કર્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

રાણા મહેજબીન અને જસ્મીન મલેકએ પોતાનાં આ પ્રોજેકટ વિશે જણાવ્યું હતું કે, રસ્તા પરનાં ટ્રાફિક સીગ્નલો સ્ટોપ, ગો, રાઈટ અને લેફટ જેવા સીમ્બોલને કારનાં કેમેરા વડે રીડ કરીને સેન્સરનાં આદેશ મુજબ કાર આગળ વધે ઉભી રહે છે. તે ડાબી કે જમણી બાજુ વળે છે તેમજ કારમાં લગાવેલા અલ્ટ્રા સેન્સરથી કારની આગળ આવતા અવરોધોને ઓળખીને કાર અવરોધ સાથે અથડાયા વિના બાજુમાં થઈને પોતાનો રસ્તો સોધી લે છે અને અકસ્માત વગર કાર આગળ વધી શકે છે.

તેઓએ રજુ કરેલા પ્રોજેકટમાં માઈક્રો કંટ્રોલર બેટરી, બલ્યુટુથ, સેન્સર, અલ્ટ્રા સાઉન્ડ સેન્સરની મદદ લેવામાં આવી છે. ભવિષ્યમાં પર્યાવરણ તેમજ માનવ સ્વાસ્થય સંબધિત સમસ્યાઓ તેમજ માનવ સર્જીત અકસ્માતની ધટનાઓ નિવારવા માટે આજે સમગ્ર વિશ્વ ઓટો પાયલટ કાર ટેસ્લા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે નજીકનાં ભવિષ્યમાં ભારત દેશ જ નહી પરંતુ આણંદ જિલ્લાનાં માર્ગો પર પણ ડ્રાઈવર વગર દોડતી ઓટો પાયલોટ કાર જોવા મળે તો નવાઈ નહી. જેનાંથી પર્યાવરણને પ્રદુષિત થતુ અટકાવી શકાશે તેમજ અકસ્માતનો દર પણ ધટાડી શકાશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More