Home> Gujarat
Advertisement
Prev
Next

હિંમતનગર-અમદાવાદ રોડ પર ડમ્પરે ગાડીને અડફેટે લીધી, 2ના ઘટના સ્થળે જ મોત

ગાડીનો કડુસલો વળી જતા મૃતદેહોને બહાર કાઢવા માટે ક્રેઇનની મદદ લેવી પડી, અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો

હિંમતનગર-અમદાવાદ રોડ પર ડમ્પરે ગાડીને અડફેટે લીધી, 2ના ઘટના સ્થળે જ મોત

પ્રાંતિજ  : હિંમતનગર અમદાવાદ રોડ પર પ્રાંતિજના તાજપુરી નજીક સ્વીફ્ટ કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલકે સ્વીફ્ટ કારને અડફેટે લેતા બે લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ ઘટના અંગે માહિતી મળતાની સાથે જ લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તત્કાલ સ્થાનિક લોકોએ રાહત અને બચાવકામગીરી ચાલુ કરી દીધી હતી.

fallbacks

સરકારે બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા કેન્સલ થવાનું ખરુ કારણ આપ્યું
ડમ્પરની ટક્કરનાં કારણે ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ગાડી એટલી ગંભીર રીતે બુકડો વળી ગઇ હતી કે લોકોને બહાર કાઢવા માટે ક્રેઇનની મદદ લેવી પડી હતી. સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પીએમ મોદીના ભત્રીજી દિલ્હીમાં ધોળા દિવસે લૂંટાયા, પર્સ ચોરીને બે બદમાશ ફરાર

પ્રાઈવેટ પાર્ટમાં 90 લાખનું સોનુ છુપાવ્યું હતું, સુરત એરપોર્ટ પર શારજહાંથી આવેલો પકડાયો યુવક
પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે અકસ્માત સર્જાયા બાદ લાંબો સમય સુધી રસ્તા પરથી ગાડી અને ડમ્પર નહી હટવાનાં કારણે ભારે ટ્રાફીક જામ સર્જાયો હતો. પોલીસ દ્વારા ટ્રાફીક પુર્વવત કરવા માટે લાંબી જહેમત ઉઠાવવી પડી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More