ઉદય રંજન/ અમદાવાદ: અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં હાલ જોરશોરતી તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન મોદી ઉપરાંત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આવવાનાં છે. તેઓ મોટેરા સ્ટેડિયમમાં હાઉડી ટ્રમ્પ નામનો કાર્યક્રમ યોજવા જઇ રહ્યા છે. તેવી સ્થિતીમાં એરપોર્ટથી માંડીને મોટેરા સુધીનાં રૂટમાં આવતા તમામ રોડ રસ્તાઓને કવર કરવામાં આવી રહ્યા છે. કોઇ પણ પ્રકારની ક્ષતી ન રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેના અનુસંધાને પાઇપલાઇનની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા 2 મજુરોનાં મોત નિપજ્યાં હતા.
ચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અંગે નીતિન પટેલનું મહત્વનું નિવેદન
ઘટનાને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસ સહિતનું સ્થાનિક તંત્ર દોડતું થયું છે. ફાયર વિભાગ દ્વારા બે મજુરોનાં દેહને કાઢવામાં આવ્યા છે. બે મૃતક મજુરો પૈકી મનસુખભાઇ ડાભી (ઉં.વ 25) અને ગૌતમભાઇ મીનામાં (ઉ.વ 40)નો સમાવેશ થાય છે. બંન્ને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. જો કે ફરજ પરનાં ડોક્ટર્સ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે