Home> Gujarat
Advertisement
Prev
Next

ST બસ આડા ઉતર્યા બે ડાલા માથ્થા, મુસાફરોએ નિહાળ્યું વનરાજાનું કેટ વૉક

ગીર જંગલના રોડ ઉપર સિંહ બેલડીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જૂનાગઢથી ઉના તરફ જતી એક એસટી બસની આગળ બે સિંહ આવતા બસમાં બેઠેલા મુસાફરો આ બે ડાલા માથ્થાનું કેટ વૉક નિહાળ્યું હતું.

ST બસ આડા ઉતર્યા બે ડાલા માથ્થા, મુસાફરોએ નિહાળ્યું વનરાજાનું કેટ વૉક

જૂનાગઢ: એશિયાટિક સિંહો ભારતમાં માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. આ એશિયાટિક સિંહના દિવસેને દિવસે વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. ત્યારે આજે ફરી બે સિંહોનો વીડિયો વાયરલ થયો છે. ગીર જંગલના રોડ ઉપર સિંહ બેલડીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જૂનાગઢથી ઉના તરફ જતી એક એસટી બસની આગળ બે સિંહ આવતા બસમાં બેઠેલા મુસાફરો આ બે ડાલા માથ્થાનું કેટ વૉક નિહાળ્યું હતું.

fallbacks

વધુમાં વાંચો: ગુજરાતમાં આ સ્થળ પર મંદિર નહિ પણ સ્મશાનમાં યોજાઇ રામકથા

ગીરના વનરાજા અવારનાવાર આસપાસના ગામ કે રસ્તા પર ચઢી આવતા હોય છે. આ સિંહો ક્યારેક શિકારની શોધમાં તો ક્યારેકે પાણી પીવાના બહાને જંગલ વિસ્તાર છોડીને બહાર હોય છે. ત્યારે આજે આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે બે સિંહ રસ્તાની બંને સાઇડ પર એક સાથે ચાલી રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, બામણાસા-જામવાળા રોડ પર બે સિંહ પોતાની મોજમાં લટાર મારી રહ્યાં હતા તે દરમિયાન આ વીડિયો બનાવવામાં આવ્યો છે.

વધુમાં વાંચો: અમદાવાદ: બે પોલીસ પરિવાર વચ્ચે થઇ મારામારી, વીડિયો વાયરલ

જૂનાગઢથી ઉના તરફ જતી એક એસટી બસ જ્યારે બામણાસા-જામવાળા રસ્તા પર પહોંચી હતી. ત્યારે તે રસ્તા પર બે સિંહ લટાર મારી રહ્યાં હતા. તે દરમિયાન બસમાં બેઠલા મુસાફરો તેમનું કેટ વૉક નિહાળ્યું હતું. જોકે બસમાંથી બેઠેલા એક મુસાફરે આ બે સિંહનો કેટ વૉક કરતો વીડિયો બનાવ્યો હતો. અને જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More