Home> Gujarat
Advertisement
Prev
Next

અમરેલીમાં વધુ એક વીડિયો વાયરલ, બચ્ચા સાથે 2 સિંહણ નીકળી લટાર પર

અમરેલીના રાજુલાના ધારેશ્વર નજીક 2 સિંહણ બે બચ્ચા સાથે દેખાઈ હતી. 2 સિંહણ સાથે બે બચ્ચા ખેતરમાં લટાર મારતા જોવા મળી હતી.

અમરેલીમાં વધુ એક વીડિયો વાયરલ, બચ્ચા સાથે 2 સિંહણ નીકળી લટાર પર

કેતન બગડા/ અમરેલી: છેલ્લા કેટલા સમયથી સિંહ દર્શન કે સિંહની પજવણીના વીડિયો સામે આવી રહ્યાં છે. ત્યારે સિંહોની સુરક્ષાને લઇ અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. ફરી આજે આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં 2 સિંહણ બે બચ્ચા સાથે ખેતરમાં લટાર મારતી જોવા મળી રહી છે અને અજાણ્યા શખ્સ દ્વારા તેનો વીડિયો બનાવી વાયરલ કરવામાં આવ્યો છે. રાજુલાના ધારેશ્વર આસપાસ આવેલા વાડી વિસ્તારનો આ વીડિયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

fallbacks

fallbacks

અમરેલીના રાજુલાના ધારેશ્વર નજીક 2 સિંહણ બે બચ્ચા સાથે દેખાઈ હતી. 2 સિંહણ સાથે બે બચ્ચા ખેતરમાં લટાર મારતા જોવા મળી હતી. સિંહણ સાથે સિંહબાળનો આ વીડિયો વાઈરલ થયો છે. ધારેશ્વર આસપાસ આવેલા વાડી વિસ્તારનો આ વીડિયો હોવાનું અનુમાન છે. ધારેશ્વર આસપાસ 2 સિંહણ અને 7 જેટલા સિંહબાળનો વસવાટ હોવાનું જાણવા મળ્યું છે.

આ અગાઉ પણ ગામના બજારમાં સિંહે ગાયનો શિકાર કરતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. અન્ય એક સિંહની પજવણી કરતો વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક સિંહ સામેથી આવી રહેલો દેખાતાં કારચાલક તેની કાર ઊભી રાખીને વીડિયો ઉતારવા લાગે હતો. સિંહ કારની નજીક આવી ગયા બાદ આગળ વધી જતાં કારને રિવર્સમાં સિંહની સાથે-સાથે ચલાવવા લાગ્યો હતો.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More