અશોક બારોટ/જુનાગઢ: કેશોદમાં એક સગીરા ઉપર બે નરાધમો દ્વારા દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં સગીરાના પરિવારે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ગણતરીની કલાકોમાં બન્ને વિધર્મી નરાધમોને અટકાયત કરી લેવામાં આવી અને એસટી, એસી સેલના Dysp એ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં આજે આ 19 જિલ્લામાં ભારે વરસાદનું ભયાનક એલર્ટ; જાણો મેઘો ક્યાં મચાવશે તબાહી
ગત એક જુલાઈના રોજ આ ઘટના બની હતી, જેમાં સમગ્ર મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં સગીરાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા એક નરાધમ એ સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો ત્યારે બીજો મદદગારીમાં સાથે રહ્યો હતો, ત્યારે બન્ને આરોપી જેમાં આરોપી હનીફ કાસમ સીડા અને આયુષ હાસમ બુરબાન બન્ને આરોપી વિરુધ એટ્રોસિટી પોક્સો દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી અને બન્ને આરોપી ની ધરપકડ કરી લેવામાં આવી છે.
કચ્છની 10 વર્ષીય બાળકીએ દુર્લભ બિમારીને આપી માત, સમગ્ર વિશ્વમાં માત્ર 30 જ કેસ
વધુ તપાસ કરતા સગીરાના પરિવાર રાત્રિ દરમ્યાન સુતા હતા, ત્યારે બન્ને આરોપી આવ્યા હતા અને સગીરાને રૂમમાં ગોંધી રાખી હનીફ સિડાએ દુષ્કર્મ ગુજાર્યું હતું અને બીજો આરોપી મદદગારીમાં સાથે રહે છે ત્યારે પરિવારને ખ્યાલ આવતા બન્ને આરોપી ફરાર થયા હતા. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
હાય રે ગરીબી! બળદ ન પોસાતો હોવાથી વૃદ્ધ ખેડૂત જાતે હળ સાથે જોતરાયો, રોવડાવી દેશે આ..
ફરિયાદ દાખલ થયા બાદ બન્ને આરોપીની ધરપકડ કરી ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. આ બંને આરોપીઓને રિમાન્ડ માટે આજે સવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. દિવસેને દિવસે સગીરા ઉપર બલાત્કાર ની ઘટના અનેક સામે આવે છે તેમાં પણ સગીર બાળા આજકાલ સલામત નથી આવા નરાધમો ને કોઈ આકરી સજા મળે તેવો સરકાર દ્વારા કાયદો લાવવો ખૂબ જરૂરી છે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે