સમીર બલોચ/અરવલ્લી :મોડાસા શહેરમાં ગઈકાલે કોલેજ રોડ પર થયેલી યુવતીના અપહરણના કિસ્સાથી સનસનાટી મચી ગઈ છે. સફેદ કલર બોલેરો ગાડીમાં આવેલ શખ્સો યુવતીને ઉઠાવીને લઈ ગયા હતા. શખ્સોએ પહેલા તો યુવતી સાથે ઝપાઝપી કરી અને બાદમાં તેઓને ગાડીમાં બેસાડી ફરાર થઈ ગયા હતા. ત્યારે નાનકડા એવા મોડાસા શહેરમાં આ ખબર વાયુવેગે ફેલાઈ ગયા હતા.
દેખાવડા લાગતા આ પોલીસ કર્મચારીએ પ્રેમમાં પાગલ થઈને કર્યું Suicide, પંખામાં ચુંદડી સાથે લટકતી લાશ મળી
બન્યું એમ હતું કે, અરવલ્લીના મોડાસાના માલપુર ગામની રહેવાસી યુવતી તેની બહેનપણી સાથે કોલેજ જઈ રહી હતી. સવારનો સમય હોવાથી રોડ પર ઓછો ટ્રાફિક હતો, ત્યારે અચાનક ત્યાં સફેદ રંગની બોલેરો કાર આવી ચઢી હતી. કારમાં બે યુવકો ઉતર્યા હતા, જેમાઁથી એક યુવકે યુવતી સાથે બોલાચાલી કરી હતી. તેના બાદ બંને યુવકો યુવતીને ગાડીમાં ખેંચીને લઈ જઈ ફરાર થઈ ગયા હતા. આવામાં યુવતીની બહેનેપણીએ લોકોને બોલાવી ગાડીનો પીછો કર્યો હતો. આ ઘટના બાદ લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. પરંતુ ગણતરીના કલાકોમાં યુવતીનો છૂટકારો થયો હતો. બહેનપણીની હિંમતથી અપહરણકારો માલપુરના તાલુકામાં મૂકીને ફરાર થઈ ગયા હતા.
પૂછપરછમાં સામે આવ્યું કે, માલપુર તાલુકાની યુવતી કોમર્સમાં અભ્યાસ કરે છે. ત્યારે તેની સગાઈ તૂટી જતા એકતરફી પાગલ યુવકે તેનુ અપહરણ કર્યું હતું. લોકોના ટોળા એકઠા થતા માલપુરના કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલ પણ સ્થળ પર પહોંચ્યા હતા. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મોડાસામાં યુવતીના અપહરણના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં યુવક-યુવતી વચ્ચેની ઝપાઝપી અને બાદમાં અપહરણનો સમગ્ર કિસ્સો કેવી રીતે બન્યો તે સ્પષ્ટ જોઈ શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે