મૌલિક ધામેચા/અમદાવાદ: સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી લોકોને હેરાન-પરેશાન કરતા બે વ્યક્તિઓને સાયબર ક્રાઇમ બ્રાન્ચ ઝડપી પાડયા છે. બે અલગ અલગ ફરિયાદ સંદર્ભે એક મહિલા આરોપી અને એક પુરુષ આરોપીની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી લોકોને હેરના કરતા આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ મહિલા આરોપીના પરિવાર સાથે મામાના પરિવારે તકરાર કરતા બદનામ કરવાના ઇરાદે મહિલાએ બનાવટી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું. અને મામાના પરિવારનો ફોટો અપલોડ કરી બીભત્સ મેસેજ કર્યા હતા. જ્યારે અન્ય યુવક આરોપી અંકિત વેકરિયાની અગાઉ થયેલી સગાઈ તૂટી જતા બદનામ કરવા ફેસબુક પર બીભત્સ મેસેજ કર્યા હતા.
મહિલાના લગ્ન થઈ જતા આરોપી અંકિત વેકરિયા ઉશ્કેરાઈ ગયો હતો. અને મહિલાના લગ્ન તૂટી જાય તે ઈરાદે ફોટા પર કોમેન્ટ કરી ફેસબુકમાં અપલોડ કર્યો હતો. આરોપી બીએસસી સુધીનો અભ્યાસ કરી એક પ્રાઇવેટ કંપનીમાં છેલ્લા સાતેક મહિનાથી નોકરી કરતો હતો. પોલીસે મહિલા અને યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે