Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં ઓમિક્રોનને એન્ટ્રી અપાવનાર બે દર્દીની હાલત કેવી છે? સામે આવ્યો મોટો અહેવાલ

વડોદરામાં હરણીરોડ પર રહેતા 75 વર્ષીય વૃધ્ધ અને 67 વર્ષીય વૃધ્ધા ઝાંબીયાથી ગત તા. 7મીના રોજ મુંબઇના એરપોર્ટ ઉપર આવ્યા હતા.  જયાંથી તેઓ હરણીરોડ પર તેમના નિવાસ સ્થાને આવ્યા હતા.

ગુજરાતમાં ઓમિક્રોનને એન્ટ્રી અપાવનાર બે દર્દીની હાલત કેવી છે? સામે આવ્યો મોટો અહેવાલ

ઝી બ્યુરો/વડોદરા: રાજ્યમાં ઓમિક્રોન વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે અને દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. ત્યારે હવે સવાલ તે ઉભો થાય છે કે ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી કરાવનાર બે દર્દીઓનું શું થયું? તો અમે તમને આજે એક ખુશખબર આપી રહ્યા છીએ. ઓમિક્રોનની એન્ટ્રી કરાવનાર બે દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જેના કારણે તંત્રએ રાહતના શ્વાસ લીધો છે. વાઘોડિયા-ડભોઇરીંગ રોડ ઉપરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા હરણીરોડ ઉપરના ઓમિક્રોગ્રસ્ત વૃધ્ધ દંપતીનો RTPCR ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે વડોદરામાં ઓમિક્રોનગ્રસ્તમાંથી સ્વસ્થ થયેલા વ્યકિતઓની સંખ્યા 06 ઉપર પહોંચી છે.

fallbacks

આ વિશે મળતી માહિતી પ્રમાણે વડોદરામાં હરણીરોડ પર રહેતા 75 વર્ષીય વૃધ્ધ અને 67 વર્ષીય વૃધ્ધા ઝાંબીયાથી ગત તા. 7મીના રોજ મુંબઇના એરપોર્ટ ઉપર આવ્યા હતા.  જયાંથી તેઓ હરણીરોડ પર તેમના નિવાસ સ્થાને આવ્યા હતા.  તેઓ હાઇ રિસ્ક કન્ટ્રીમાંથી આવતા હોવાથી વડોદરા કોર્પોરેશન દ્વારા તેમને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરાયો હતો. જેમનો રિપોર્ટ 12મીના રોજ પોઝિટિવ આવ્યો હતો. પછી તેમના સેમ્પલ જીનોમ સિકવન્સીંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેમનો રિપોર્ટ 17મી ડિસેમ્બરના રોજ આવ્યો હતો. જેમાં આ વૃધ્ધ દંપતી ઓમિક્રોન પોઝિટિવ હોવાનું માલૂમ પડતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. શહેરમા ઓમિક્રોનના પ્રથમ બે દર્દી નોંધાયા હતા. 

સુરતીઓ હવે જાહેરમાં કચરો ફેંકતા 1000 વાર વિચારજો, નહીં તો એવું સન્માન થશે કે સપનામાં નહીં વિચાર્યું હોય...

કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વૃધ્ધ દંપતીને સારવાર માટે હોસ્પિટલમાં જવાની સુચના આપી હતી. ત્યારપછી દંપતીને સારવાર માટે વાઘોડિયા-ડભોઇરીંગ રોડ પરની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. એના પછી વડોદરામાં મોટો વિસ્ફોટ ન થાય તેના માટે વૃધ્ધ દંપતીના સંપર્કમાં આવેલા આસપાસના 51 વ્યકિતઓને હોમ કવૉરન્ટાઇન કરવામાં આવ્યા હતા. જયારે કલોઝ કોન્ટેકટમાં આવેલા 08 વ્યકિતઓના સેમ્પલ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેમાં ત્રણ બાળકો સહિત સાત વ્યકિતઓ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા હતા. આ સાતેયને વાઘોડિયા-ડભોઇરીંગ રોડ ઉપરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

PM મોદીના ગામમાંથી સોલંકી યુગની બુર્જ ઈમારત મળી! ઐતિહાસિક અવશેષો જોઈ અચરજમાં મૂકાયું પુરાતત્વ વિભાગ

જેમાં તમને જણાવવાનું રહે છે કે ત્રણ બાળકો સહિત ચારના બે વાર રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આથી ગઇકાલ શનિવારે ત્રણ બાળકો સહિત ચારને રજા આપવામાં આવી હતી. જયારે ઓમિક્રોનની ઝપટમાં સૌ પ્રથમ આવનાર શહેરના હરણીરોડ ઉપરના વૃધ્ધ દંપતીને રવિવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More