Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત: 2 હજારની ડુપ્લીકેટ ચલણી નોટ સાથે ઝડપાયા બે શખ્સ

અમરોલી પોલીસને બાતમી મળી હતી કે બે શખ્સો ડુપ્લીકેટ નોટ વટાવવાના ઇરાદે સ્વીટ હોમ ચાર રસ્તા પાસે ફરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે બે શખ્સોને ઝડપી પાડયા હતા.

સુરત: 2 હજારની ડુપ્લીકેટ ચલણી નોટ સાથે ઝડપાયા બે શખ્સ

ચેતન પટેલ, સુરત: દેશના અર્થતત્રને ખોખલુ કરવાના આશયથી ફરી રહેલા બે શખ્સોને ડુપ્લીકેટ ચલણી નોટ સાથે અમરોલી પોલીસે ઝડપી પાડયા હતા. જેઓની પાસેથી પોલીસે રુ 2 હજારના દરની 43 ડુપ્લીકેટ નોંટ કબ્જે કરી હતી.

fallbacks

અમરોલી પોલીસને બાતમી મળી હતી કે બે શખ્સો ડુપ્લીકેટ નોટ વટાવવાના ઇરાદે સ્વીટ હોમ ચાર રસ્તા પાસે ફરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે બે શખ્સોને ઝડપી પાડયા હતા. જેઓની અંગ ઝડતી કરતા તેઓની પાસેથી રુ 2 હજારના દરની 43 ડુપ્લીકેટ ચલણી નોટ કબ્જે કરી હતી.

પોલીસ પુછપરછમા તેઓએ પોતાના નામ ઇશ્વર કાકડીયા તથા અંકિત લાઠીયા જણાવ્યુ હતુ. તેમજ તેઓ ડુપ્લીકેટ નોટ વટાવવાના ઇરાદે બજારમા ફરી રહ્યા હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી. હાલ અમરોલી પોલીસે આ ડુપ્લીકેટ નોટ ક્યાથી અને કોના દ્વારા આવી હતી તેમજ ક્યા વટાવવાના હતા તે અંગે તપાસ હાથ ધરવા રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More