ચેતન પટેલ, સુરત: સુરતના ઇચ્છાપોર ચોકડી પાસે પુરપાટ ઝડપે દોડી આવેલી ટ્રકે બાઇક સવાર બે લોકોને ટક્કર મારતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું. બનાવ બાદ ચાલક પોતાની ટ્રક સ્થળ પર છોડીને ભાગી છુટ્યો હતો. બીજી તરફ ઇચ્છાપોર પોલીસે ટ્રક નંબરના આધારે ચાલક સુધી પહોંચવાની કવાયત શરૂ કરી હતી.
વધુમાં વાંચો: શ્યામ રાજાણીની પૂર્વ પત્નીનો Audio વાઈરલ, બોલી-મયુર યુવતીઓ સપ્લાય કરતો
સુરતમાં રહેતા રમણભાઇ પટેલ આજે સવારે તેમના સાસુ શારદાબેનને કવાસ ગામ મુકવા માટે જઇ રહ્યાં હતા. તે દરમિયાન ઇચ્છાપોર ચોકડી પાસે પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે રમણભાઇની બાઇકને ટક્કર મારી હતી. ટક્કર મારતાની સાથે જ શારદાબેન હવામાં ફંગોળાયા હતા અને રમણભાઇ ટ્રક નીચે આવી જતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત થતાની સાથે જ ચાલક ટ્રક મુકીને ભાગી છુટ્યો હતો.
વધુમાં વાંચો: બદલાઈ ગુજકેટની તારીખ, 30 માર્ચે નહિ લેવાય એક્ઝામ
બીજી તરફ બનાવની જાણ થતાની સાથે જ ઇચ્છાપોર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી. અકસ્માતના પગલે ઇચ્છાપોર ચોકડી પાસે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઇ હતી. જેથી પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી ટ્રક ચાલકની શોધખોડ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે બાઇક ચાલક રમણભાઇએ પોતે હેલ્મેટ પહેર્યું હોવા છતાં તેમનું મોત નિપજ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે