Home> Gujarat
Advertisement
Prev
Next

જામનગરઃ પૈસાની ઉઘરાણી બાબતે બે શખ્સોએ કરી યુવાનની હત્યા

પૈસાની ઉઘરાણી મામલે આ હત્યા કરવામાં આવી છે તેવું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. 

જામનગરઃ પૈસાની ઉઘરાણી બાબતે બે શખ્સોએ કરી યુવાનની હત્યા

જામનગરઃ શહેરમાં પૈસાની લેતીદેતી મામલે એક યુવકની હત્યા કરવામાં આવી છે. ગત મોડી રાત્રે આ ઘટના બની હતી. યુવાન બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે વચ્ચે બે શખ્સો બાઇક પર આવ્યા અને તેની બાઇક ઉભી રખાવી હતી. ત્યારબાદ તે યુવાન પર છરીના ઘા માર્યા હતા. છરીથી હુમલો કરીને આરોપીઓ નાશી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત થતા યુવાનને મોડી રાત્રે હોસ્પિટલ લઈને જતા હતા આ દરમિયાન તે યુવાન બેભાન થઈને રસ્તા પર પડી ગયો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો પરંતુ ત્યાં થોડી સારવાર બાદ તેનું મોત થયું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. 

fallbacks

માત્ર 18 હજારની ઉઘરાણીમાં કરી હત્યા
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ગત મોડી રાત્રે 2 કલાક આસપાસ બર્ધન ચોક વિસ્તારમાં પોતાની મોટર સાઇકલ લઈને રફીક મામદ માડકિયાને નઝીર ઉર્ફે ગંઢાબાપુ અને અઝરૂ મણિયાર નામના બે વ્યક્તિઓએ રોક્યો હતો. તેના પેટમાં છરીના ઉપરા-ઉપરી ઘા મારવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે જ રસ્તામાં બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો પરંતુ થોડી સારવાર બાદ તેનું મોત થયું હતું. તો જાણવા મળ્યું કે, માત્ર 18 હજાર રૂપિયાની ઉઘરાણી માટે આ હત્યા કરવામાં આવી છે. હાલ તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More