Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના શિક્ષણ જગત માટે લાંછનરૂપ કિસ્સો; 15 દિવસ પહેલાં નોકરીએ ચઢેલા શિક્ષકે પોત પ્રકાશ્યું!

બાલાચડી સૈનિક શાળાના બેન્ડ માસ્ટર પવનકુમાર ડાંગી દ્વારા બે વિદ્યાર્થીઓ સાથે જઘન્ય કૃત્ય કર્યું હતું.  બાલાચડી સૈનિક સ્કૂલમાં 15 દિવસ પહેલાં નોકરીએ આવેલા અને બેન્ડ માસ્તર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ બે બાળકોને ધમકાવી શારીરિક અડપલા કરી ધમકી આપી હતી.

ગુજરાતના શિક્ષણ જગત માટે લાંછનરૂપ કિસ્સો; 15 દિવસ પહેલાં નોકરીએ ચઢેલા શિક્ષકે પોત પ્રકાશ્યું!

Jamanagar Teacher: દેશભરમાં જાણીતી બાલાચડી સૈનિક શાળામાં વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા થયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બાલાચડી સૈનિક શાળાના બેન્ડ માસ્ટર પવનકુમાર ડાંગી દ્વારા બે વિદ્યાર્થીઓ સાથે જઘન્ય કૃત્ય કર્યું હતું.  બાલાચડી સૈનિક સ્કૂલમાં 15 દિવસ પહેલાં નોકરીએ આવેલા અને બેન્ડ માસ્તર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ બે બાળકોને ધમકાવી શારીરિક અડપલા કરી ધમકી આપી હતી.

fallbacks

નર્મદા બાદ હવે મોરબીની મચ્છુ નદીમાં મોટી દુર્ઘટના;ન્હાવા પડેલા 7 યુવાનો પૈકી 3ના મોત

આશરે 12 વર્ષીય ઉંમર ધરાવતા બંને બાળકો સાથે બેન્ડ માસ્ટરે શારીરિક અડપલાં કર્યા હતા. કોઇને જાણ કરશો તો મારીશ તેવી ધમકી આપી બીભત્સ વાણી વિલાસ આરોપીએ કર્યો હતો. ભોગ બનનાર બાળકોએ આચાર્યને ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને શાળાના પ્રિન્સિપાલ શ્રેયસ મહેતાએ બેન્ડ માસ્ટર સામે જોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી બેન્ડ માસ્ટરની પોલીસે ધરપકડ કરી હાલ પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. 

ઈફ્કોવાળી ના થાય માટે ભાજપે ના આપ્યો મેન્ડેટ : નાફેડમાં કુંડારિયા, ઈફ્કોમાં સંઘાણી

મળતી માહિતી પ્રમાણે પવન જગદીશકુમાર ડાંગી સ્કૂલમાં બેન્ડ માસ્તર છે. જેણે શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા કર્યા હતા. બેન્ડ માસ્તરે એકવાર અડપલાં કર્યા બાદ છાત્રોને ધમકી આપીને વારંવાર અડપલાં કરતો હતો અને આ બાબતે કોઇને જાણ કરશો તો જાનથી મારી નાખીશ એવી ધમકી પણ આપતો હતો. બેન્ડ માસ્તરની કરતૂતથી કંટાળીને બંને બાળકોએ વાલીઓ અને શાળાના પ્રિન્સિપાલને આ અંગે ફરિયાદ કરતાં પ્રિન્સીપાલે આ બાબતની ખરાઇ કરી હતી. જેમાં બેન્ડ માસ્તરની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. જેથી પ્રિન્સીપાલે તાત્કાલિક બેન્ડ માસ્તર સામે જોડિયા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. 

મોંઘવારી ભથ્થા પર સારા સમાચાર! જાણો હવે કેટલું વધશે અને કયા ફોર્મ્યૂલાથી મળશે પૈસા?

પોલીસે આરોપી બેન્ડ માસ્તર સામે આઈપીસી કલમ-504,506 તથા જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનીયમ 2012 ની કલમ-8 મુજબ ફરિયાદ નોંધી આરોપીને રાઉન્ડપ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

સોનાના ભાવ ફરી ડરાવવા લાગ્યા, ભાવ ઉછળીને કેટલે પહોંચ્યા? જાણો એક તોલાનો આજનો ભાવ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More