Home> Gujarat
Advertisement
Prev
Next

Paper Leak: નવા વર્ષની શરૂઆતમાં ગુજરાતમાં પેપર ફૂટ્યું! ધો.11નું પેપર 3 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં ફરતું થયું!

નવા વર્ષની શરૂઆતમાં જ પેપર વાઇરલથી થઈ છે. કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા પેપર વાઇરલ કરવામાં આવ્યું છે. સ્કૂલના સંચાલકો દ્વારા ફરિયાદ કરવામાં આવી શકે છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ તપાસ કરવામાં આવી શકે છે.

Paper Leak: નવા વર્ષની શરૂઆતમાં ગુજરાતમાં પેપર ફૂટ્યું! ધો.11નું પેપર 3 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં ફરતું થયું!

Rajkot Paper Leak, દિવ્યેશ જોશી/રાજકોટ: ફરી એકવાર નવા વર્ષે ગુજરાતમાં પેપર ફૂટવા સાથે થઈ છે. રાજકોટની ખાનગી શાળાનું પેપર ફૂટ્યું છે. રાજકોટની એક ખાનગી શાળાનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. રાજકોટની શ્રદ્ધા વિદ્યાલયના ધોરણ 11નું બે વિષયનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. આગામી તારીખ 3 અને 4 રોજ લેવાના પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું છે. બી.એ અને ઇકોનોમિકસ વિષયનું પેપર સોશિયલ મીડિયામાં ફરતું કઈ રીતે થયું તેને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

fallbacks

ધોરણ 11ના 2 વિષયના પેપર સોશિયલ મીડિયામાં વાયરલ
નવા વર્ષની શરૂઆતમાં જ પેપર વાઇરલથી થઈ છે. કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા પેપર વાઇરલ કરવામાં આવ્યું છે. સ્કૂલના સંચાલકો દ્વારા ફરિયાદ કરવામાં આવી શકે છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ તપાસ કરવામાં આવી શકે છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા પેપર વાયરલ કરવામાં આવતા સ્કૂલના સંચાલકો દ્વારા ફરિયાદ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો:

ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર

કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત

ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે

વિતેલાં વર્ષમાં સૌથી મહત્વનો અને હેરાન કરનારો મુદ્દો હોય તો તે પેપરલીંક કૌભાંડ હતો. આવુ જ કંઈક નવા વર્ષના પ્રથમ દિવસે ગુજરાતમાં બન્યું છે. રાજકોટની શ્રદ્ધા વિદ્યાલયના ધો.11ના બે વિષયોના પેપર સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. જેના કારણે શાળાના સંચાલકો સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

આ પણ વાંચો:

યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર

કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય

છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!

શ્રદ્ધા વિદ્યાલયમાં ધોરણ 11ની યુનિટ ટેસ્ટ 03\01\2023- બી. એ.  અને 04\01\2023- ઇકોનોમિકનું પેપર યોજાનાર છે. પરંતુ આજે 01\01\2023ના રોજ દોશી હોસ્પિટલ પાછળ આવેલ શ્રદ્ધા ગાર્ડનમાં ફેંકેલા પેપર સિનિયર સિટીઝનના હાથમાં આવતા અને વાંચતા તેઓ આશ્ચર્ય થઈ ગયા હતા. પરીક્ષાને હજું ૩ દિવસ બાકી છે અને એ પેપરો બગીચામાં ફરે છે? આ સત્તાધીશોની કેટલી બેદરકારી છે? આ ઘટના પાછળ જવાબદાર કોણ? જેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. 

પેપર લીક મામલે શાળાના સંચાલકની સામે આવી પ્રતિક્રિયા. 
પેપર લીક મામલે શાળાના સંચાલકની પ્રતિક્રિયા સામે આવી છે. શાળાના સંચાલક રાજકુમાર ઉપાધ્યાયએ જણાવ્યું છે કે, અમારી શાળાએ હજુ સુધી પેપર તૈયાર  કર્યા જ નથી. શાળાના નામનો કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે. શાળાનું એક પણ પેપર લીક થયું નથી. કોઈ હિત-શત્રુએ ધોરણ 11 નું પેપર તૈયાર કરીને સોશિયલ મીડિયામાં ફરતું કર્યું. અમારી શાળાનું ધોરણ 11 નું એક પણ પેપર હજુ સુધી ફાઈનલ થયું નથી કે નથી છપાવા ગયું. જવાબદાર વ્યક્તિ સામે અમે પોલીસ કાર્યવાહી કરીશું. અમારી શાળાની બદનામી માટે આવું કૃત્ય થયું હોવાની અમને આશંકા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More