Home> Gujarat
Advertisement
Prev
Next

Vadodara માં બે જોડિયા ભાઈઓનો આપઘાત, સ્ટડી રૂમમાં એક સાથે પંખે ગળેફાંસો ખાધો, એકનું મોત

બન્ને જોડિયા ભાઈઓ ધોરણ 12 સાયન્સમાં ભણતા હતા અને આગામી બે દિવસ બાદ બન્ને ભાઈઓની પરીક્ષા હતી. પોલીસની પ્રાથમિક રિપોર્ટ અનુસાર પરીક્ષાના ડરથી આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Vadodara માં બે જોડિયા ભાઈઓનો આપઘાત, સ્ટડી રૂમમાં એક સાથે પંખે ગળેફાંસો ખાધો, એકનું મોત

રવિ અગ્રવાલ/ વડોદરા: શહેરમાં જોડિયા ભાઈઓએ આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. જેમાં એક ભાઈનું મોત થયું છે, જ્યારે બીજાની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે. વડોદરાના જોડિયા ભાઈઓએ સ્ટડી રૂમમાં જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યુ છે. 

fallbacks

જાણવા મળી રહ્યું છે કે બન્ને જોડિયા ભાઈઓ ધોરણ 12 સાયન્સમાં ભણતા હતા અને આગામી બે દિવસ બાદ બન્ને ભાઈઓની પરીક્ષા હતી. પોલીસની પ્રાથમિક રિપોર્ટ અનુસાર પરીક્ષાના ડરથી આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં લક્ષ્મીપુરા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ જિંદગીની પરીક્ષા નથી, નાસીપાસ ન થાવ, રાજકોટમાં સામે આવ્યો દરેક યંગસ્ટર્સ માટે આંખ ઉઘાડનારો કિસ્સો

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં ન્યુ અલકાપુરી વિસ્તારમાં આવેલ શાંતનું એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે બંને જોડિયા ભાઈઓ રહે છે. બંને જોડિયા ભાઈઓ હાલ ધોરણ 12 સાયન્સમાં ભણતાં હતાં. બે દિવસ બાદ બંનેની પરીક્ષા હતી. જેના કારણે પોતાના ઘરે ગઈ કાલે સાંજે સ્ટડી રૂમમાં એક જ પંખે એક સાથે ગળેફાંસો ખાધો હતો. પરીક્ષાના ડરના કારણે ભાઈઓએ આપઘાત કર્યાનું પોલીસનું અનુમાન છે. બંને જોડિયા ભાઈઓના માતા-પિતા શિક્ષક શિક્ષિકા છે.

અત્રે નોંધનીય છે કે વડોદરામાં બે જોડિયા ભાઈઓએ ગળેફાંસો ખાતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગળે ફાંસો ખાતા એક ભાઈનું મોત નીપજ્યું, બીજા ભાઈની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આખું ગામ હીબકે ચઢ્યું, દેવગઢ બારીયામાં જાતરની વિધિમાં બકરાં કાપીને ખાતા 5ના મોત, 14 સારવાર હેઠળ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More