Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્યની ખાનગી લેબોરેટરીમાં કરાવી શકાશે હવે બે પ્રકારના રેપીડ એન્ટીબોડી ટેસ્ટ

રાજ્યની ખાનગી લેબોરેટરીમાં હવે બે પ્રકારના રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરાવી શખાશે. જેમાં લેબોરેટરીએ રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે મુખ્ય આરોગ્ય જિલ્લા અધિકારી પાસેથી મંજૂરી લેવાની રહેશે

રાજ્યની ખાનગી લેબોરેટરીમાં કરાવી શકાશે હવે બે પ્રકારના રેપીડ એન્ટીબોડી ટેસ્ટ

અતુલ તિવારી/ અમદાવાદ: રાજ્યની ખાનગી લેબોરેટરીમાં હવે બે પ્રકારના રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરાવી શખાશે. જેમાં લેબોરેટરીએ રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે મુખ્ય આરોગ્ય જિલ્લા અધિકારી પાસેથી મંજૂરી લેવાની રહેશે. ELISA ફોર એન્ટીબોડી ટેસ્ટ માટે 450 રૂપિયા અને ઘરે ટેસ્ટ કરાવવામાં આવે તો 550 રૂપિયા ચૂકવવાના રહેશે.

fallbacks

આ પણ વાંચો:- Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો આંક 1 લાખ 46 હજારને પાર, નવા 1311 કેસ

રાજ્યની ખાનગી લેબોરેટરીને કોવિડ 19 માટેનો રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે શરતી મંજૂરી આપવામાં આવી છે. દર્દી લેબમાં જઈને ટેસ્ટ કરાવે તો 450 રૂપિયામાં ટેસ્ટ કરાવી શકશે અને જો કોઈ વ્યક્તિના સેમ્પલ કલેક્ટ કરવામાં આવે અને ટેસ્ટ કરવામાં આવશે તો 550 રૂપિયા ચાર્જ લેવાની સરકારે મંજૂરી આપી છે. CLIA ફોર એન્ટીબોડી ટેસ્ટ માટે 500 રૂપિયા અને જો ઘરે બોલાવીને ટેસ્ટ કરાવવામાં આવે તો 600 રૂપિયા ચૂકવવાના રહેશે.

આ પણ વાંચો:- કરજણ પેટા ચૂંટણી: પાટલી બદલ્યા બાદ અક્ષય પટેલની જીત સામે મોટો સવાલ, જાણો કેમ

લેબોરેટરીએ રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે મુખ્ય આરોગ્ય જિલ્લા અધિકારી પાસેથી મંજૂરી લેવાની રહેશે. જે તે લેબમાં એમ.ડી. પેથોલોજીસ્ટ અથવા એમ.ડી. માઈક્રોબાયોલોજીસ્ટ ઉપલબ્ધ હોવા જરૂરી છે. RTPCR ટેસ્ટની મંજૂરી મળેલી હોય તેવી લેબોરેટરીએ પણ રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા પરવાનગી લેવાની રહેશે. લેબોરેટરીએ જે તે દિવસે કરેલા ટેસ્ટની સંપૂર્ણ વિગત જિલ્લા/ કોર્પોરેશનને ફરજીયાત આપવાની રહેશે. લેબમાં ટેસ્ટ કરવા ICMR માન્યતાપ્રાપ્ત રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કીટ વાપરવાની રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More