Home> Gujarat
Advertisement
Prev
Next

હીટવેવની આગાહી વચ્ચે ગુજરાતનું વાતાવરણ બદલાયું, આણંદમાં ધુમ્મસથી થયેલા અકસ્માતમાં 8 ઘાયલ

accident in anand due to fog : વહેલી સવારથી જ મધ્ય ગુજરાતના અનેક શહેરોમાં ધુમ્મસનુ સામ્રાજ્ય છવાયુ છે, જેને કારણે આણંદમાં આઈસર અને ટેમ્પો એકબીજા સાથે અથડાયા હતા

હીટવેવની આગાહી વચ્ચે ગુજરાતનું વાતાવરણ બદલાયું, આણંદમાં ધુમ્મસથી થયેલા અકસ્માતમાં 8 ઘાયલ

બુરહાન પઠાણ/આણંદ :એક તરફ ગુજરાતમા હીટવેવની આગાહી કરાઈ છે. તો બીજી તરફ, મધ્ય ગુજરાતમાં સવારથી જ ધુમ્મસભર્યુ વાતાવરણ સર્જાયુ છે. ત્યારે આણંદમાં છવાયેલા ધુમ્મસનાં કારણે અકસ્માત સર્જાયો છે, જેમાં 8 લોકો ઘાયલ થયા છે. 

fallbacks

બેન્ડબાજાના કારીગરો ઈજાગ્રસ્ત
આણંદ જિલ્લામાં ગાઢ ધુમ્મસનાં કારણે અકસ્માત સર્જાયો હતો. પેટલાદનાં બાંધણી ચોકડીથી વિશ્ર્નોલી માર્ગ પર અકસ્માતની ઘટના બની હતી. રસ્તા પર ધુંધળુ વાતાવરણ હોવાથી કંઈ દેખાતુ ન હતું, આ કારણે ટેન્કર અને આયસર એકબીજા સાથે ટકરાયા હતા. ત્યારે આયસરમાં સવાર 8 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. આયસરમાં બેન્ડબાજાના કામ જઈ રહેલા 8 કારીગરો સવાર હતા. તમામ 8 ઈજાગ્રસ્તોને કરમસદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતની જાણ થતા જ મહેળાવ પોલીસ પહોંચી હતી. 

આ પણ વાંચો : અમદાવાદ સામુહિક હત્યાકાંડનો આરોપી વિનોદ મરાઠી ઈન્દોરથી પકડાયો

fallbacks

મધ્ય ગુજરાતમાં ધુમ્મસ છવાયુ
ઉલ્લેખનીય છે કે, વહેલી સવારથી જ મધ્ય ગુજરાતના વાતાવરણમા એકાએક પલટો આવ્યો છે. વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયુ છે. ધુમ્મસના કારણે વાતાવરણ ઠંડુગાર બન્યુ છે. જોકે, ધુમ્મસના કારણે રસ્તા પર વિઝીબિલીટી ઘટી છે. કાળઝાળ ગરમી વચ્ચે અચાનક લોકોને ઠંડકનો અહેસાસ થયો છે. જેથી હાલ માહોલ ખુશનુમા બન્યો છે.

આ પણ વાંચો : ગીરની હિર ગણાતી કેસર કેરી પર આફત આવી, મધિયાએ વાડીઓમાં આતંક મચાવ્યો 

fallbacks

હીટવેવની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી હિટવેવ રહે તેવી આશંકા છે. ચૈત્ર મહિનાના આગમન પૂર્વે જ સૂર્યનારાયણે પ્રખર અગ્નિકિરણો વરસાવવાનું શરૂ કર્યું હોય તે પ્રકારે ગરમી વધી રહી છે. હવામાન વિભાગે આગામી 48 કલાક પછી હીટવેવની આગાહી કરી છે. રાજ્યના જુદા જુદા શહેરોમાં ત્રણ દિવસ સુધી હીટવેવ રહેશે. 

આ પણ વાંચો : અમદાવાદ સામૂહિક હત્યાકાંડમાં 4 ની અટકાયત, પત્નીના આડાસંબંધોએ પરિવારનો ભોગ લીધો?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More