અમદાવાદઃ આંતરરાષ્ટ્રિય મહિલા દિવસના અવસરે ગુજરાતની બે આરોગ્ય કર્મી બહેનોને રાજ્યમાં મહત્તમ કોરોના વેક્સિનેશન ડોઝની કામગીરી માટે નવી દિલ્હીમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ દેશભરના રાજ્યોમાં આવી ઉત્કૃષ્ટ વેક્સિનેશન કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરનારી મહિલા આરોગ્ય કર્મીઓનું એવોર્ડ અને પ્રશસ્તિપત્રથી ગૌરવ સન્માન કર્યુ હતું.
ગુજરાતમાં અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના ચાંદલોડીયા અર્બન હેલ્થ સેન્ટરના આરોગ્ય કર્મી વિજેતા પરમારના નેતૃત્વમાં અત્યાર સુધીમાં કુલ ૧ લાખ ર૧ હજાર ૩૯ર વેક્સિનેશન ડોઝ આપવાની પહેલરૂપ કામગીરી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અર્બન હેલ્થ સેન્ટરના મનિષાબહેન વાઘેલાએ પણ પોતાના હેલ્થ સેન્ટર દ્વારા અત્યાર સુધીમાં ૧ લાખ ૧૦ હજાર ૬૮પ વેક્સિનેશન ડોઝ આપ્યા છે. આ બેય ફિમેલ હેલ્થ વર્કર્સને કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રિય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં આયોજિત સમારોહમાં એવોર્ડ અર્પણ કર્યા હતા.
આ પણ વાંચોઃ મહિલા સન્માનની માત્ર વાતો, સરકાર પર આરોપ લગાવી કોંગ્રેસનું ગૃહમાંથી વોકઆઉટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં કોરોના વેક્સિનેશનના આરોગ્યરક્ષા કવચ પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી આ ગૌરવ સન્માન મેળવનારી આરોગ્ય કર્મી બહેનોને તથા ટીમ ગુજરાતને અભિનંદન પાઠવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે