ભરૂચ: ભરૂચના અંકલેશ્વરના સજોદ ગામે જમવા બાબતે પત્ની અને પતિનો વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડામાં પતિના મોટાભાઈએ નાના ભાઇની પત્ની પર કુહાડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં બે વર્ષના બાળક પગના ભાગે ઇજા પહોચી હતી. અને તે ઘાયલ થતાં પરિવાર તેને 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઇને પહોચ્યા હતા.
પત્ની અને પતિ વચ્ચેના ઝઘડામાં ઘાયલ થયેલા બાળકને ભરૂચ હોસ્પિટલમાં સરવાર દરમિયાન 15થી વધુ ટાંકા લેવામાં આવ્યા હતા. ઘટનાની પોલીસને જાણ થતાં તે ઘટનાસ્થળે આવી પહોચી હતી. અંકલેશ્વર પોલીસે આ દંપતિ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વાંચો...પ્રેમી સાથે સંબંધ બાંધી ડરાવા પ્રેમીકાએ હોસ્પિટલમાંથી કરી બાળકીની ચોરી, CCTVમાં થઇ કેદ
દંપતિના ઝઘડામાં એક માસુમ બાળકનો ભોગ લેવાય તે કેટલું યોગ્ય કહી શકાય. પતિ પત્નીના વચ્ચેના ઝઘડામાં પતિના મોટાભાઇએ નાના ભાઇની પત્ની પર કુહાડી જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક 2 વર્ષના બાળકને પગના ભાગે કુહાડી વાગતા હોસ્પિટલમાં સરવાર દરમિયાન બાળકને 15 જેટલા ટાંકા આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે