તેજસ દવે/મહેસાણા: જિલ્લાના સતલાસણા પાસે આવેલા સૂદાસણ ગામ પાસે હાઇ સ્પીડ બાઇકનો અકસ્માત થતા બે યુવકોના ઘટના સ્થળ પર મોત થયા હતા. હાઇ સ્પીડ બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે. મહત્વનું છે,કે બોકર વાડા ગામના ત્રણ યુવાનો બાઇક પર નવા વર્ષ નિમિત્તે સંબંધીઓને મળવા જઇ રહ્યા હતા.
નવા વર્ષમાં મોત થતા જ ગામમાં ફેલાયો શોક
બોકર વાડાગામા ત્રણ યુવાનોમાંથી બે યુવાનોના અકસ્માતે મોત થતા ગામમાં શોકની લાગણી ફેલાઇ હતી. અકસ્માતમાં બે યુવકોના ઘટના સ્થળે મોત થયા હતા.જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા નજીકની હોસ્પિટલમાં સરવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થાત સતલાસણા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે