Home> Gujarat
Advertisement
Prev
Next

હવે ગુજરાતમાં પણ UCCની તૈયારી, લગ્ન અને છૂટાછેડા માટે રજિસ્ટ્રેશન જરૂરી, ટૂંક સમયમાં તૈયાર થશે ડ્રાફ્ટ

UCC Bill In Gujarat: ગુજરાતમાં યુસીસી બિલ યુનિફોર્મ સિટીઝનશિપ કોડ (Gujarat UCC Draft)નો ડ્રાફ્ટ ટૂંક સમયમાં તૈયાર થવા જઈ રહ્યો છે. આ મુદ્દે રચાયેલી સમિતિની પ્રથમ બેઠક મંગળવારે ગાંધીનગરમાં મળી હતી. સમિતિના અધ્યક્ષ જસ્ટિસ રંજનાએ જણાવ્યું હતું કે લગ્ન પ્રથામાં કોઈ ફેરફાર થશે નહીં પરંતુ લગ્ન અને છૂટાછેડા માટે નોંધણી ફરજિયાત રહેશે. આ માટે એક વેબસાઈટ બનાવવામાં આવશે.

હવે ગુજરાતમાં પણ UCCની તૈયારી, લગ્ન અને છૂટાછેડા માટે રજિસ્ટ્રેશન જરૂરી, ટૂંક સમયમાં તૈયાર થશે ડ્રાફ્ટ

UCC Bill In Gujarat: ગુજરાત માટે યુનિફોર્મ સિટીઝનશિપ કોડ (યુસીસી)નો મુસદ્દો તૈયાર કરવાના હેતુસર રચાયેલી સમિતિની પ્રથમ બેઠક મંગળવારે ગાંધીનગરમાં મળી હતી. ડ્રાફ્ટ તૈયાર કરતા પહેલા લોકો પાસેથી સૂચનો અને વાંધા મંગાવવામાં આવશે તેમ જણાવાયું હતું.

fallbacks

પરંપરાઓ સાથે છેડછાડ નહીં
આમાં પ્રાથમિકતા એ રહેશે કે મહિલાઓ અને બાળકોને સમાન અધિકાર મળવો જોઈએ. જનતા પાસેથી પરામર્શ જરૂરી છે. આથી એક ટીમ રાજ્યના દરેક જિલ્લામાં જઈને લોકોને મળશે. કમિટીના ચેરપર્સન જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈનું કહેવું છે કે આ કાયદો કોઈ પણ ધર્મના લગ્ન અને પરંપરાઓમાં હસ્તક્ષેપ કરશે નહીં, પરંતુ લગ્ન અને છૂટાછેડાની નોંધણી જરૂરી રહેશે.

ટૂંક સમયમાં તૈયાર થઈ જશે ડ્રાફ્ટ 
ગાંધીનગર કર્મયોગી ભવનમાં મળેલી બેઠક બાદ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈએ કહ્યું કે 45 દિવસમાં યુનિફોર્મ સિટીઝનશિપ કોડ તૈયાર કરવો મુશ્કેલ છે. અમે સરકાર પાસે 45 દિવસનો સમય આપવા માંગણી કરીશું. તેમણે કહ્યું કે અહીં બેસીને ડ્રાફ્ટ તૈયાર કરી શકાય છે, પરંતુ તે યોગ્ય નહીં હોય. જનતાની સલાહ લઈને સારો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે વધુ સમયની જરૂર છે.

સારી સંભાળની જોગવાઈ
સમિતિની પ્રાથમિકતા મહિલાઓ અને બાળકોને સમાન અધિકારો આપવા અને તેમની સારી સંભાળ માટે વ્યવસ્થા કરવાની રહેશે. તેમનું કહેવું છે કે કોઈ પણ ધર્મ કે સમાજની લગ્ન પરંપરામાં કોઈ ફેરફાર થશે નહીં. લગ્ન અને છૂટાછેડા સરકારમાં નોંધાયેલા હોવા જોઈએ- આ માટે વ્યવસ્થા કરવામાં આવશે. ખાસ કરીને આ કાયદામાં આદિવાસી સમાજની પરંપરાઓ અને વ્યવહારમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. જસ્ટિસ રંજના દેસાઈએ કહ્યું કે અમે નવા વિચારોને આમંત્રિત કરીએ છીએ અને તેના પર વિચાર કરવા તૈયાર છીએ. આ કાયદો બંધારણના સિદ્ધાંતો અને સર્વોચ્ચ અદાલતના વિવિધ આદેશો અનુસાર હશે અને તેમાં લિવ-ઈન-રિલેશન અને વારસા સંબંધિત કાયદાઓની જોગવાઈઓ હશે.

વેબસાઇટ બનાવવામાં આવશે
યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરતા પહેલા જાહેર પરામર્શ જરૂરી છે. આ માટે એક વેબસાઈટ બનાવવામાં આવશે. 24 માર્ચથી નાગરિકો તેમના સૂચનો અને વાંધાઓ નોંધાવી શકશે. UCCની એક ટીમ રાજ્યના દરેક જિલ્લાની મુલાકાત લેશે અને ત્યાંના લોકો સાથે ચર્ચા કરશે આ ટીમ આદિવાસીઓ, લઘુમતીઓ, ધાર્મિક ગુરુઓ અને એનજીઓના કાર્યકરો સહિત વિવિધ સમુદાયોના નેતાઓને પણ મળશે જેથી આ અંગે તેમના મંતવ્યો મેળવી શકાય.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More