Home> Gujarat
Advertisement
Prev
Next

દેશભરમાં કેમ મોખરે છે મહેસાણી લીંબુની ખટાશ, શું છે એવી ખાસિયત કે અન્ય દેશોમાં પણ લોકોના કરે છે દાંત ખાટા

મહેસાણાના ઉદલપુર ગામમાં લીંબુનું મોટું બજાર રહેલું છે અને અહીના લીંબુ એવન કોવોલેટીના ગણવામાં આવે છે. ગત વર્ષની સરખામણીમાં આ વખતે હજુ સુધી જોઈએ એટલી ગરમી પડી રહી નથી.

દેશભરમાં કેમ મોખરે છે મહેસાણી લીંબુની ખટાશ, શું છે એવી ખાસિયત કે અન્ય દેશોમાં પણ લોકોના કરે છે દાંત ખાટા

તેજસ દવે/મહેસાણા: વાત લીંબુની આવે તો મોમાં પાણી ચોકસ આવી જાય છે ત્યારે જીરું વરીયાળી સહિતના મસાલા પાકોમાં રાજ્યમાં ઉત્તર ગુજરાતનો દબદબો છે ત્યાં મહેસાણાની ખટાશ પણ રાજ્યમાં પ્રખ્યાત થઇ રહી છે. મહેસાણા જિલ્લામાં ખાસ કરીને કડી, ઉંઝા તાલુકા પંથકમાં લીંબુનું ઉત્પાદન ખાસ જોવા મળે છે. તેમાં ઉદલપુર ખેરવા, જગુદણ, ઉંટવા, કહોડા અને જગન્નાથપુરા ગામના પંથકમાં લીંબુની ખેતી વધુ થઇ રહી છે. જે થકી અહીના લીંબુ ભારતના ખૂણા ખૂણા સુધી જાય છે અને સ્વાદમાં મીઠાસ આપી જાય છે.

fallbacks

IPL 2023 માં આ ખેલાડીની શરમજનક હરકતથી હંગામો મચ્યો, BCCI એ લીધુ એક્શન

મહેસાણાના ઉદલપુર ગામમાં લીંબુનું મોટું બજાર રહેલું છે અને અહીના લીંબુ એવન કોવોલેટીના ગણવામાં આવે છે. ગત વર્ષની સરખામણીમાં આ વખતે હજુ સુધી જોઈએ એટલી ગરમી પડી રહી નથી. જેથી ખેડૂતોને ગત વર્ષની સરખામણીમાં લીંબુના ઓછા ભાવ મળી રહ્યા છે. આજે ખેડૂતોને 20 કિલો લીંબુના 1100થી 1300 રૂપિયા મળી રહ્યો છે. જ્યારે આ લીંબુ આજે બજારમાં 100 રૂપિયે કિલો વેચાય છે.

સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધમાં એક ભારતીયનું મોત, ખાર્તુમમાં છે મૃતદેહ

મહેસાણી લીંબુની ખટાશ સમગ્ર રાજ્યમાં મોખરે છે. રાજ્યમાં લીંબુની ખેતી સૌથી વધુ મહેસાણા જિલ્લામાં થઇ રહી છે. રાજ્યના લીંબુ ઉત્પાદનમાં મહેસાણા જિલ્લાનો આજે સૌથી વધુ હિસ્સો રહેલો છે. એક સમયે ધાન્ય પાકોની ખેતીમાં જ સંતોષ માનતો મહેસાણાનો ખેડૂતો હવે બાગાયતી પાકો તરફ વળી ગયો છે. મહેસાણાનું લીંબુ માત્ર ભારત પુરતુ નહી અન્ય દેશોમાં પણ લોકોના દાંત ખાટા કરી જાય છે સાથે પોતાના જમણમાં સોડમ મહેસાણાની પાથરી જાય છે.

300 બીમારીઓનો રામબાણ ઈલાજ છે આ શાક, જાણો કઈ-કઈ રીતે કરી શકો તેનો ઉપયોગ

રાજ્યમાં લીંબુ ઉત્પાદનમાં મોખરાનું સ્થાન મેળવી જાય છે વાવેતર વિસ્તાર હાલમાં વધ્યો છે. જિલ્લામાં ખાસ કરીને મહેસાણા, કડી, ઉંઝા તાલુકા પંથકમાં લીંબુ નું ઉત્પાદન ખાસ જોવા મળે છે. તેમાં ઉદલપુર ખેરવા, જગુદણ, ઉંટવા, કહોડા અને જગન્નાથપુરા ગામના પંથકમાં લીંબુની ખેતી વધુ થઇ રહી છે. જે થકી અહીનું લીંબુ ભારતના ખૂણા ખૂણા સુધી જાય છે અને સ્વાદમાં મીઠાસ આપી જાય છે, જયારે મહેસાણાના ઉદલપુર ગામમાં લીંબુનું મોટું બજાર રહેલું છે અને અહીનું લીંબુ એવન કોવોલેટીનું ગણવામાં આવે છે. ગત વર્ષની સરખામણીમાં આ વખતે હજી સુધી જોઈએ એટલી ગરમી પડી રહી નથી. જેથી ખેડૂતોને ગત વર્ષની સરખામણીમાં લીંબુનાં ઓછા ભાવ મળી રહ્યા છે. આજે ખેડૂતોને 20 કિલો લીંબુ નો 1100 થી 1300 રૂપિયા મળી રહ્યો છે. જ્યારે આ લીંબુ આજે બજારમાં 100 રૂપિયે કિલો વેચાય છે.

ગ્રહો-ગોચર તો આવતા આવશે પણ હાલ તો આ આગાહીએ મચાવ્યો છે આતંક! કેમ આવું દેખાય છે આકાશ?

સમગ્ર ઉતર ગુજરાતમાં મેહસાણા જિલ્લામાં 30% ખેતી માત્ર લીંબુડી પર આધારિત છે અને મહેસાણાના ઉદલપુર, ખેરવા, લાખવડ, જગુદણ, ઉંટવા, કહોડા અને જગન્નાથપુરા ગામ પંથકમાં લીંબુની ખેતી વધુ થવા જાય છે. મહેસાણાના ઉદલપુર ,ખેરવા ગામ લીંબુ માટે જગત પ્રખ્યાત થયું છે અહીની જમીન રેતાળ કાંપવાળી હોવાથી અહી લીંબુ શરુ ઉત્પાદન થવા જાય છે.

પત્નીના વન નાઈટ સ્ટેન્ડે 2 બાળકોની માતા બનાવી, એક DNA ટેસ્ટે તબાહ કર્યું લગ્નજીવન

આ લીંબુની ખાસિયત એ છે કે તેનું પતળું પળ અને ભરે રસદાર સુગંધીદાર હોવાથી અહી ખેડૂતો લીંબુનું ઉત્પાદન કરીને વિવિધ બજારોમાં મોકલે છે. ગત વર્ષની સરખામણીમાં ભાવ ચાલુ વર્ષે ઓછો જોવા મળી રહ્યો છે પણ જેમ ગરમી વધશે એમ ભાવમાં વધારો જોવા મળશે તેવી આશા વહેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. મિજબાનીમાં થોડું પણ મીઠું ન હોય તો ભોજનની મજા ખરાબ થઇ જાય છે પરતું તેજ ભોજનની મિજબાનીમાં જો લીંબુના બે ટીપા પણ સોડમ આપી જાય તો ચોક્કસ મેહસાણાનો દબદબો અને તેનું નામ રોશન થયા વિના રહેતું નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More