મોરબી : શહેરમાં આજે જીપીએસસીની પરીક્ષામાં થયેલા અન્યાય સામે લડત આપવા માટે રચાયેલી શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ આવી હતી. ત્યારે ભાજપ અને કોંગ્રેસનાં આગેવાનોને દિનેશભાઇ બાંભણીયાની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો અન્યાય દૂર કરવામાં નહિ આવે તો ૧૮૨ વિદ્યાર્થીઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી હતી.
ગઢડા પેટાચૂંટણીને ધ્યાને રાખી કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ
આજે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા મોરબીમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં જીપીએસસીની પરીક્ષામાં અન્યાય થયાની રાવ સાથે આ સમિતિ દ્વારા ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો સાથે બેઠક પણ કરી હતી. ત્યાર બાદ આ સમિતિના આગેવાન દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે, સરકારને તેઓ આગામી સોમવાર સુધીનું અલ્ટીમેટમ આપેલું છે. સરકાર દ્વારા આ અંગે યોગ્ય ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે.
કોરોના સંક્રમણને ધ્યાને રાખી સરકાર દિવાળી બાદ શૈક્ષણીક કાર્ય શરૂ કરવાના મુડમાં
જો સરકાર દ્વારા પ્રશ્ન નહિ ઉકેલવામાં આવે તો આગમી દિવસોમાં ૧૨૪ વિદ્યાર્થીઓ રૂબરૂ અને ૫૮ વિદ્યાર્થીઓ ઓનલાઇન મળી કુલ ૧૮૨ વિદ્યાર્થીઓ મોરબી- માળિયા વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે. વિદ્યાર્થીઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે પ્રચાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી ભરતીમાં થઇ રહેલા વિલંબ મુદ્દે ઉમેદવારોમાં ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે