Aam Aadmi Party : ગોપાલ ઈટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાના પાંચ ધારાસભ્ય પાંચ પાંડવ હોવાની વાત કરી હતી. પરંતું હવે તેમાંથી એક પાંડવ ખડ્યો છે. બોટાદના MLA ઉમેશ મકવાણાએ AAP સાથે છેડો ફાડ્યો છે. તેમણે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા ત્યારે તેમણે વળતો જવાબ આપ્યો કે, ઈસુદાન ગઢવી પાસે મને સસ્પેન્ડ કરવાનો પાવર નથી.
ઉમેશ મકવાણાએ વિધાનસભાના દંડક પદેથી રાજીનામું આપ્યું. પાર્ટીના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી પણ રાજીનામું આપ્યું. પરંતું ધારાસભ્ય પદેથી હજુ સુધી રાજીનામું આપ્યું નથી. આ વિશે તેમણે કહ્યું કે, હું મારી જનતા વચ્ચે જઈને નિર્ણય લઈશ.
આપે ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ
ઉમેશ મકવાણાએ રાજીનામું આપી દેતા પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી કરવા બદલ તેમને પાર્ટીમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઈસુદાન ગઢવીએ ઉમેશ મકવાણા પર કહ્યુ કે પાર્ટીએ તેમને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટી વિરુદ્ધ અને ગુજરાતની જનતા વિરુદ્ધ કામગીરી કરવા બદલ આમ આદમી પાર્ટીમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા એક્સ પર ઈસુદાન ગઢવીએ આ જાહેરાત કરી છે.
હું રાષ્ટ્રીય નેતા છું, મને સસ્પેન્ડ કરવાનો અધિકાર રાષ્ટ્રીય નેતૃત્વનો છે: ઉમેશ મકવાણાના ઈસુદાન ગઢવી પર પ્રહાર#AAP #MLA #suspension #umeshmakvana #Resignation #botad #gujarat #ZEE24KALAK pic.twitter.com/vRFTxkIyi2
— Zee 24 Kalak (@Zee24Kalak) June 26, 2025
ઈસુદાન ગઢવીને ઉમેશ મકવાણાનો જવાબ
પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા મુદ્દે ઉમેશ મકવાણાએ જવાબ આપ્યો કે, મને સસ્પેન્ડ કરવા મુદ્દે કોળી સમાજ જવાબ આપશે. મારા રાજકીય હરીફો મારી પાર્ટીમાં છે, તેમને મને સસ્પેન્ડ કરવાનો ઉતાવળ્યો નિર્ણય લીધો હોઈ શકે. નેશનલ સ્તરે મને સસ્પેન્ડ કરવાની આખરી નિર્ણય કરી શકે છે, પ્રદેશના નેતાઓ નહિ. હું ધારાસભ્ય પડે રાજીનામુ નહિ આપું. હું ભાજપ કોંગ્રેસ કોઈને સમર્થન નહિ આપું. મને કોઈ પદની લાલચ નથી. મેં અગાઉ ઉચ્ચ હોદ્દા છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો. ઈસુદાનભાઈ સસ્પેન્ડ કરવાની વાત કરતા હોય, તો મારો ઓબીસી સમાજ તેનો જવાબ આપશે. હું કોઈને સમર્થન નહિ આપું. મારો પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવતો રહીશ.
તેમણે ઈસુદાન ગઢવીને સંભળાવી દીધું કે, મને સસ્પેન્ડ કરવો ન કરવો રાષ્ટ્રીય નેતૃત્વનું કામ છે, કારણ કે હુ રાષ્ટ્રીય નેતા છું. સસ્પેન્ડ કરવું હોય તો શીર્ષ નેતૃત્વને પૂછીને કરવું જોઈતું હતું. તેમને પૂછીને નિર્ણય લેવાયો હોય તોય મને વાંધો નથી. પાર્ટીના કેટલાક નેતા પોતાની વિચારધારાથી ભટકી ગયા છે, તેથી હું તમામ પદ પરથી રાજીનામુ આપું છું. પરંતું હું ધારાસભ્ય પદથી રાજીનામું નહિ આપું.
ઉમેશ મકવાણા પ્રકરણ મુદ્દે ભાજપની પ્રતિક્રિયા
ભાજપના મીડિયા સેલના કન્વીનર યજ્ઞેશ દવેએ આ મુદ્દે જવાબ આપ્યો કે, ઉમેશ મકવાણા અને તેમને સસ્પેન્ડ કરવા એ આપનો આંતરિક વિષય છે. આપની આંતરિક વિખવાદ ભાજપને કોઇ રસ નથી. ઈશુદાન ગઢવી ખોટો આક્ષેપ કરી રહ્યા છે કે આ બધું જ ભાજપ કરી રહી છે. ભાજપ ને કોઈના ધારાસભ્ય ને તોડવાની જરૂર નથી. ઇશુદાન ગઢવીને સલાહ કે એન્કરમાંથી રાજકારણી બનો તો રાજનીતિની ખબર પડશે.
સવારે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા ઉમેશ મકવાણાએ કહ્યું કે, પછાત સમાજની જનતાનો અવાજ ઉઠાવવાની વાત આવે ત્યારે દરેક પાર્ટીમાં ખૂટતું હોય છે. ભાજપમાં ગુજરાતમાં કે દેશમાં ઉદય થયો ત્યાં સુધી પછાત કે કોળી સમાજ નો મુખ્યમંત્રી બનાવવામાં નિષ્ફળ નીકળી છે. ભાજપ 50 સમાજનો પ્રમુખ બનાવવામાં પણ નિષ્ફળ લેવી છે કોળી સમાજ હોય કે ઠાકોર સમાજનો પ્રમુખ નથી બનાવી. કોંગ્રેસ સત્તાની બહાર છે છતાં પણ કોંગ્રેસ પણ પછાત સમાજનો ન્યાય આપવામાં નિષ્ફળ ગઈ છે. હું જે આશાએ થી આમ આદમી પાર્ટીમાં જોડાયો આજે ખુદને અહેસાસ થાય છે કે આમ આદમી પાર્ટીમાં પણ સૌથી વધુ અચ્છા સમાજ ઉભી સમાજ અને પછાત ઠાકોર સમાજની વસ્તી છે. સમાજના મુદ્દા ઉઠાવવામાં ત્યારે પાર્ટી તરફથી અન્યાય થાય છે. પાર્ટીમાં હોદ્દા પણ સવર્ણ સમાજને આપવામાં આવે છે. પછાત સમાજના મુદ્દા ઉપાડવાની વાત આવે દરેક પાર્ટી અન્યાય કરે છે. તેથી આપ પાર્ટીના દરેક હોદ્દા ઉપરથી રાજીનામું આપું છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે