ઉના, રજની કોટેચા: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ખુબ જોર જોવા મળ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં પડેલા ભારે વરસાદના પગલે ઉનાની તમામ નદીઓ ભયજનક સપાટીએ પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં પડેલા 8 ઈંચ જેટલા વરસાદથી ઉના તાલુકાના અનેક ગામોમાં પાણી ઘુસ્યા છે. ઉનાના માણેકપુર, કાનાપણ, સનખડા, ગરાળ સહિતના ગામોમાં પાણી ઘુસ્યા છે. ગરાળ ગામનો પ્રખ્યાત આશ્રમ પણ પાણીમાં ગરકાવ થયો છે. જ્યારે ઉનાની મછુન્દ્રી નદી બે કાઠે વહેતી થતાં ઉનાનું અમોદ્રા ગામ સંપર્ક વિહોણું બન્યુ છે.
VIDEO ઉનામાં છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ વરસાદ, તમામ નદીઓ ભયજનક સપાટીએ
ઉનાના નવા વીજળીમાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવતા પાણીના કારણે નવા વીજળી ગામનો પુલ ધોવાયો છે. ભારે પૂરમાં પુલ ધોવાઈ જતાં નવા વીજળીની પ્રાથમિક શાળાના બાળકો ફસાઈ ગયા. માણેકપુર કાનાપણ સનખડા ગરાળ સહિતના ગામોમાં પણ પાણી ઘૂસી ગયા છે.
ઉના પંથકમાં રાત્રે પડેલા વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે. ઉના સહિત ગ્રામ્ય વિસ્તારોમાં 2થી 4 ઈંચ વરસાદ ખાબકતા અમોદ્રા ગામ સંપર્ક વિહોણુ બની ગયું. છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે. તમામ નદીઓએ ભયજનક સપાટી વટાવી લીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે