Home> Gujarat
Advertisement
Prev
Next

કાકાના મિત્રોએ એક પછી એક ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ, બળાત્કારીઓની લાઇન લાગી

કૃષ્ણનગરમાં 14 વર્ષની સગીરાને બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચરતા 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ સગીરાને ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરીને દુષ્કર્મ આચરતા હતા. ફોટોમાં જોવા મળતા અને પોલીસ કસ્ટડીમાં ઉભા રહેલા આ આરોપીઓ સાગર પટેલ, રાજ્ઞેશ ધાનાણી અને ધ્રુવીક ઉર્ફે ડિડી ઢાંકેચા છે. આ આરોપીએ 14 વર્ષની સગીરાને બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની વાત કરીએ તો આ ત્રણેય આરોપી સગીરાને બ્લેક મેઈલ કરીને દુષ્કર્મ આચરતા હતા. સગીરા આરોપીઓના માનસિક ત્રાસથી કંટાળીને પોતાના પરિવારને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી. 

કાકાના મિત્રોએ એક પછી એક ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ, બળાત્કારીઓની લાઇન લાગી

મૌલિક ધામેચા/ અમદાવાદ : કૃષ્ણનગરમાં 14 વર્ષની સગીરાને બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચરતા 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ સગીરાને ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરીને દુષ્કર્મ આચરતા હતા. ફોટોમાં જોવા મળતા અને પોલીસ કસ્ટડીમાં ઉભા રહેલા આ આરોપીઓ સાગર પટેલ, રાજ્ઞેશ ધાનાણી અને ધ્રુવીક ઉર્ફે ડિડી ઢાંકેચા છે. આ આરોપીએ 14 વર્ષની સગીરાને બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાની વાત કરીએ તો આ ત્રણેય આરોપી સગીરાને બ્લેક મેઈલ કરીને દુષ્કર્મ આચરતા હતા. સગીરા આરોપીઓના માનસિક ત્રાસથી કંટાળીને પોતાના પરિવારને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી. 

fallbacks

પકડાયેલા ત્રણેય આરોપીઓ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. સગીરાના કાકા સાથે મિત્રતા હોવાના કારણે સગીરાના ઘરે આવતા જતા હતા. સાગર અને સગીરાના કાકાની મિત્રતા હતી. સાગરની નજર સગીરા પર બગડી હતી અને તેને કામના બહાને સગીરાને ઘરે બોલાવીને તેની પર દુષ્કર્મ આચાર્યુ. 

ત્યારબાદ સાગરના મિત્ર રાજ્ઞેશ ધાનાણીએ સગીરાને ફોન કરીને બ્લેકમેઇલ શરૂ કરી. તેની સાથે ફ્રેન્ડશિપ કરીને સબંધ નહિ રાખે તો સાગરની જાણ ઘરે કરવાની વાત કરીને બ્લેકમેઈલ શરૂ કર્યું. સગીરા ટ્યુશન જવા નીકળી એટલે આરોપી રાજ્ઞેશ અને ધ્રુવીકે કારમાં સગીરાને લઇ ગયા. દહેગામ નજીક કારમાં જ દુષ્કર્મ આચર્યું. આ પ્રકારે આરોપીઓ સગીરાને મેસેજ કરીને બોલાવીને દુષ્કર્મ આચરતા હતા. સગીરાએ કંટાળીને પોતાના પરિવારને જાણ કરતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. 

કૃષ્ણનગર પોલીસે સાગર અને રાજ્ઞેશની દુષ્કર્મ અને પોસ્કો જેવી કલમો હેઠળ ધરપકડ કરી છે. જ્યારે આરોપી ધ્રુવીકની મદદગારી કરવા બદલ ધરપકડ કરી. હાલમાં પોલીસે આરોપીના અને સગીરાના મેડિકલ તપાસ કરાવીને તપાસ શરૂ કરી છે. આ આરોપીઓએ અન્ય કોઈ યુવતી સાથે આવું કોઈ કૃત્ય કર્યું હતું કે નહીં તે મુદ્દે પૂછપરછ શરૂ કરી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More