Home> Gujarat
Advertisement
Prev
Next

એપેરલ પાર્કથી કાલુપુર સુધીનું અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ટનલ ખોદવાનું કામ પૂર્ણ

અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશને મેળવી મોટી સફળતા, 2.5 કિમી લાંબી ટનલ કોઈપણ જાતની અડચણ અને મુશ્કેલી વગર ખોદવામાં આવી

એપેરલ પાર્કથી કાલુપુર સુધીનું અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ટનલ ખોદવાનું કામ પૂર્ણ

અમીત રાજપૂત/અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદમાં મેટ્રો રેલ નિર્માણનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. વડા પ્રધાન મોદી આગામી મહિને 4 માર્ચના રોજ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીની 6.5 કિમી લાંબી મેટ્રોનું ઉદ્ઘાટન કરવાના છે ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અમદાવાદનાં એપરલ પાર્કથી કાલુપુર રેલવે સ્ટેશન સુધીની 2.5 કિલોમીટર લાંબી અન્ડરગ્રાઉન્ડ ટનલ ખોદવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. 

fallbacks

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન માટે સહુથી મોટુ અને પડકારભર્યું કામ અન્ડરગ્રાઉન્ડ ટનલનું હતું. અમદાવાદના અત્યંત ગીચ વિસ્તાર એવા કાલુપુરમાં રોડ પર ચાલવું પણ મુશ્કેલભર્યું છે ત્યાં મેટ્રો ટ્રેનને જમીનની નીચે દોડાવા માટે ટનલ ખોદવાનું કામ પણ મેટ્રો ઓથોરીટી માટે લોઢાનાં ચણા ચાવવા જેવું હતું. 

fallbacks

ગોમતીપુર, સરસપુર અને કાંકરિયા ઈસ્ટની જુદી-જુદી ભૂ-સ્તરીય પરિસ્થિતિમાંથી માત્ર 10 મહિનામાં પ્રતિદિન સરેરાશ 6 થી 7 મીટર ખોદકામની ઝડપે કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-12 સુધી ટનલ ખોદવાનું કામ સફળતાપૂર્વ પાર પાડવામાં આવ્યું છે. અમદાવાદ મેટ્રો રેલવે સ્ટેશન દ્વારા કાલુપુરના અમદાવાદ જંકશન અને બુલેટ ટ્રેનનાં મુસાફરો લિફ્ટના માધ્યમથી તેમના વિસ્તારની મેટ્રો ટ્રેન કનેક્ટિવિટી મેળવી શકે તેનું આયોજન પણ ચાલી રહ્યું છે. 

‘હાર્દિક પટેલ આવે છે’ ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણી લડે તેવી શક્યતા!!!

મેટ્રોના ઈસ્ટ-વેસ્ટ કોરીડોર અંતર્ગત ચાર અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન - કાલુપુર, કાંકરિયા, ઘી-કાંટા અને શાહપુરનો સમાવેશ થાય છે. જે રીતે એપરલ પાર્કથી કાલુપુર સુધીનું અન્ડરગ્રાઉન્ડ ટનલનું કામ પૂર્ણ થયું છે. તેવી જ રીતે અન્ય બે ટીબીએમ મશીનો દ્વારા કાલુપુર થી રીવરફ્રન્ટ સુધીનું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનનાં સત્તાધીશોના જણાવ્યા અનુસાર, અંડરગ્રાઉન્ડ ટનલ ખોદવાનું 60% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. અન્ડરગ્રાઉન્ડ ટનલોમાં ક્રોસ પેસેજ, ફર્સ્ટ સ્ટેજ કોન્ક્રીટ પ્લીન્થનું કામ ચાલી રહ્યું છે. 

fallbacks

મહાશિવરાત્રી પહેલા સોને મઢેલી શિવજીની મૂર્તિ સાથે પરિવારની નિકળશે ‘સવારી’

મેટ્રો રેલ કોર્પોરેશનના એમડી આઈ.પી. ગૌતમે જણાવ્યું કે, "એપેરલ પાર્કથી એપ્રિલ 2018માં અંડરગ્રાઉન્ડ ટનલ ખોદવા માટે મશીનને જમીનના અંદર પ્રવેશ કરાવાયું હતું. જે 10થી 11 મહિનામાં પ્રતિદિન 6-7 મીટરનું ખોદકામ કરવાની સાથે આજે એટલે કે 25 ફેબ્રુઆરીના રોજ કાલુપુર રેલવે સ્ટેશનમાં બહાર આવી પહોંચ્યું છે. મેટ્રો રેલ કોર્પોરેશન આગામી એક વર્ષમાં વસ્ત્રાલથી કાલુપુર સુધીની મેટ્રો દોડાવાનું સંપૂર્ણ કામ પૂર્ણ કરી દેવા માગે છે. એટલે કે મેટ્રો ફેઝ-1 ઈસ્ટ-વેસ્ટ કોરિડોરનું કાર્ય પૂર્ણ થઈ જશે."

ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિકે...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More