Home> Gujarat
Advertisement
Prev
Next

વર્ષોથી જોવાતી વાટ આખરે પૂરી થઈ, સુરતની IIITને પીએમ મોદીએ આપી ખાસ ભેટ

કેન્દ્રીય મંત્રીમંડળે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IIT) અધિનિયમ સંશોધન બિલ 2020ને મંજૂરી આપી દીધી છે. જેમાં પાંચ આઈઆઈઆઈટીને નેશનલ લેવલની સંસ્થાનો દરજ્જો આપવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ની અધ્યક્ષતામાં યોજાયેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ બિલને મંજૂરી આપવામાં આવ્યું છે. ત્યારે પીએમ મોદીએ સુરતવાસીઓને મોટી ભેટ આપી છે. કારણ કે, જે પાંચ આઈઆઈઆટીની દરજ્જો આપવામાં આવ્યો છે, તેમાં એક સુરતની છે.

વર્ષોથી જોવાતી વાટ આખરે પૂરી થઈ, સુરતની IIITને પીએમ મોદીએ આપી ખાસ ભેટ

ઝી મીડિયા/બ્યૂરો :કેન્દ્રીય મંત્રીમંડળે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IIT) અધિનિયમ સંશોધન બિલ 2020ને મંજૂરી આપી દીધી છે. જેમાં પાંચ આઈઆઈઆઈટીને નેશનલ લેવલની સંસ્થાનો દરજ્જો આપવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ની અધ્યક્ષતામાં યોજાયેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ બિલને મંજૂરી આપવામાં આવ્યું છે. ત્યારે પીએમ મોદીએ સુરતવાસીઓને મોટી ભેટ આપી છે. કારણ કે, જે પાંચ આઈઆઈઆટીની દરજ્જો આપવામાં આવ્યો છે, તેમાં એક સુરતની છે.

fallbacks

120 રૂપિયામાં માતાપિતાએ બાળકીને પીવડાવ્યું મોત, સ્તનપાન કરીને સવારે બાળકી ઉઠી જ નહિ...

બેઠક બાદ સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, દેશમાં 25 આઈઆઈઆઈટી છે, જેમાંછી 20 આઈઆઈટીને નેશનલ લેવલની સંસ્થાનો દરજ્જો આવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, 5 આઈઆઈઆઈટીને નેશનલ લેવલની સંસ્થાનો દરજ્જો આગામી વર્ષે 2017માં આપવામાં આવી શકાયુ ન હતું. કેમ કે, તેના પાઠ્યક્રમ શરૂ થયા ન હતા. હવે આ કોર્સ શરૂ થઈ ગયા છે. 

અમદાવાદ માટે માથાનો દુખાવો બનેલ આ પહાડ હવે જલ્દી જ થઈ જશે ગાયબ 

જાવડેકરે કહ્યું કે, સુરત, ભોપાલ, ભાગલપુર, અગરતલા અને રાયચૂરમાં આવેલી પાંચ આઈઆઈઆઈટીને રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી આ સંસ્થાન ડિગ્રી આપી શકશે, વિદ્યાર્થી પીએચડી કરી શકશે અને દુનિયામાં આ સંસ્થાઓની શાખા બનશે.

મંત્રીએ જણાવ્યું કે, આઈઆઈઆઈટીમાં ઈન્ફોર્મેશન અને ટેકનોલોજી પર વધુ ધ્યાન આપવામાં આવે છે. આવામાં આ સંસ્થઆઓના વિદ્યાર્થીઓને તરત કેમ્પસ પ્લેસમેન્ટ પણ મળી જાય છે. આજના નિર્ણય બાદ તમામ 25 આઈઆઈઆઈટીને રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો મળી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More