Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપા મહિલા મોરચા રાષ્ટ્રીય અધિવેશન પ્રારંભ

રાષ્ટ્રીય અધિવેશનના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમન રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલજી, રાષ્ટ્રીય મહામંત્રી સરોજ પાંડે, ભાજપા મહિલા મોરચાની રાષ્ટ્રીય અધ્યક્ષા વિજ્યા રાહટકર, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી હાજર રહ્યા હતા

ભાજપા મહિલા મોરચા રાષ્ટ્રીય અધિવેશન પ્રારંભ

કિંજલ મિશ્રા, અમદાવાદ: આજથી ટ્રાઇ મંદિર ખાતે ભાજપ મહિલા મોરચા રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ થઇ ગયો છે. કાર્યક્રમ સ્થળને અટલ નગર નામ આપવામાં આવ્યું છે. બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમન રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલજી, રાષ્ટ્રીય મહામંત્રી સરોજ પાંડે, ભાજપા મહિલા મોરચાની રાષ્ટ્રીય અધ્યક્ષા વિજ્યા રાહટકર, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી હાજર રહ્યા હતા.

fallbacks

fallbacks

ધ્વજનો ધ્વજારોહણ કરાવી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. તો કાર્યક્રમની શરૂઆતમાં વંદે માતરમ્ ભારત માતા કી જય અને ‘‘ચપ્પા ચપ્પા ભાજપા’’ના ઉદ્ઘોષ સાથે કાર્યકર્તાઓએ ધ્વનિનાદ કર્યો હતો. કાર્યક્રમમાં ભારત માતાની વિશાળ રંગોળી કે જેમાં વિજ્યારાજે સિંધિયા, પીએમ  નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની પ્રતિકૃતિ સાથેની 60 ફૂટ લાંબી વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી હતી. જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એક વિશાળ ડીઝીટલ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

વધુમાં વાંચો: અમદાવાદ એરપોર્ટ પરથી યુવતીઓને મોકલાતી દુબઇ, બે મહિલા સહિત 6ની ધરપકડ

જેમાં ભાજપાના શાસનકાળમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલા સશક્તિકરણની વિવિધ યોજનાઓનો અમલ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. તેની વિગતો તેમાં દર્શાવવામાં આવી છે. જેમાં ‘‘બેટી બચાવો - બેટી પઢાવો’’ ‘‘ઉજ્જવલા યોજના’’, ‘‘મુદ્રા બેંક લોન યોજના’’, શૌચાલય, મેટરનીટી રજાઓમાં વધારો તે સિવાય અનેક મહિલાલક્ષી યોજનાઓની વિગતો તેમાં દર્શાવવામાં આવી અને અત્યાર સુધી કેટલા લાભાર્થીઓએ તેનો લાભ લીધો છે તેની પણ વિગતો દર્શાવવામાં આવી છે. અધિવેશન માં ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી અપેક્ષિત ૫૦૦૦ જેટલી બહેનોએ મહિલા રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લીધો.

fallbacks

તમામ રાજ્યોની બહેનો માટે કોમ્પ્યુટરાઈઝ્ડ રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સરળતા માટે અલગ-અલગ રજીસ્ટેશન સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે સવારે કેટલાક કલાક માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન માં કેટલીક ક્ષતિઓ આવી હતી જેના કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી. અટલનગર સાથે સ્થળ પર બીજા પણ કેટલાક નામ કરણ આપવામાં આવ્યા છે.

વધુમાં વાંચો: પાકિસ્તાનના બે રેસલર્સે ગુજરાતીઓને કુત્તા, સુવ્વર કહીને ધમકીભર્યો વીડિયો મોકલ્યો

મહિલા રાષ્ટ્રીય અધિવેશન હોલને રાજમાતા વિજયારાજે સિંધિયા નગરનું નામકરણ કરવામાં આવ્યું તો પ્રવેશદ્વારને જયવંતીબેન મહેતા નામ આપવામાં આવ્યું. પ્રવેશદ્વાર પાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ન્દ્રભાઈ મોદી સહિત કટ આઉટ મુકવામાં આવ્યા હતા.તો કોઈ પણ પ્રકાર ની મેડિકલ ઇમરજન્સી માટે ધન્વંતરી આરોગ્ય રથ, ૧૮૧ અભયમ, ૧૯૬૨ એનિમલ ઇમર્જન્સી રથ, ખિલખિલાટ, ૧૦૮ ની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. કાર્યક્રમ સ્થળ પર 2 સેલ્ફી પોઇન્ટ મુકવામાં આવ્યા છે. જેમાં  સ્વચ્છ ભારત, ગરીબી મુક્ત ભારત, આતંકવાદ મુક્ત ભારત, જાતિવાદ મુક્ત ભારત, સંપ્રદાય મુક્ત ભારત, ભ્રષ્ટાચાર મુક્ત ભારતના મહિલાઓએ સંકલ્પ કરી બેનરો પર સહી કરવામાં આવી હતી.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More