Home> Gujarat
Advertisement
Prev
Next

અમરેલીમાં કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહે આપી ખેડૂત તાલીમ કેન્દ્રમાં હાજરી

અમરેલીમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું છે. વિવિધ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણમાં રાજનાથસિંહ હાજર રહ્યાં.

અમરેલીમાં કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથ સિંહે આપી ખેડૂત તાલીમ કેન્દ્રમાં હાજરી

કેતન બગડા/અમરેલી: કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતની મુલાકાતે છે. રાજનાથસિંહે ભાવનગર એરપોર્ટ પર બી.એસ.એફના હેલીકોપ્ટર મારફતે આગમન કર્યું હતું. ત્યાર બાદ તેઓ સીધા અમરેલી જવા માટે રવાના થયા હતા. અમરેલીમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું છે. વિવિધ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણમાં રાજનાથસિંહ હાજર રહ્યાં. જ્યાં તેમણે ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ બૅન્ક દ્વારા દ્વારા તૈયાર કરાયેલા ખેડૂત રથનું પણ લોકાર્પણ કર્યું હતું. સાથે જ 5 એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરાયું. આ પ્રસંગે પુરુષોત્તમ રૂપાલા, આર.સી.ફળદુ, સાંસદ કાછડિયા, દીલીપ સંઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More