Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતને મળશે વધુ એક નવી ભેટ, હજીરાથી દીવ વચ્ચે શરૂ થશે ક્રુઝ સેવા

દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરા (Hazira) થી ઉપડીને ક્રુઝ (cruise) બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવ (Diu) થી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા (Hazira) પરત ફરશે.

ગુજરાતને મળશે વધુ એક નવી ભેટ, હજીરાથી દીવ વચ્ચે શરૂ થશે ક્રુઝ સેવા

સુરત: સુરત (Surat) નાં હજીરા પોર્ટ (એસ્સાર પોર્ટ)થી દીવ (Diu) વચ્ચે ‘ક્રુઝ’ સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) ના હસ્તે તા.૩૧.૩.૨૦૨૧ના રોજ સાંજે ૪:૩૦ કલાકે હજીરા (Hazira) ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવશે.

fallbacks

દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરા (Hazira) થી ઉપડીને ક્રુઝ (cruise) બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવ (Diu) થી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા (Hazira) પરત ફરશે. એક બાજુની મુસાફરી માટે અંદાજે ૧૩ થી ૧૪ કલાકનો સમય લાગશે.

કરણી સેનાએ રિવાબાના નિવેદનને વખોડ્યું, રિવાબા જાડેજાએ સસ્તી લોકપ્રિયતા મેળવવા આપ્યું નિવેદન

૩૦૦ પેસેન્જરની કેપેસીટી ધરાવતા આ ક્રુઝમાં ૧૬ જેટલી કેબીન પણ આવેલી છે. આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે, તથા શુક્રવાર, શનિવાર અને રવિવારનાં દિવસે સુરત હાઇ-સીમાં મુસાફરી કરાવશે. આ ક્રુઝ ગેમીંગ લાઉન્જ, વી.આઈ.પી. લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વિગેરે આધુનિક સુવિધાઓથી સજ્જ છે.

ચાર માસ પૂર્વે જ માન. પ્રધાનમંત્રીનાં હસ્તે ‘હજીરા-ધોધા’ રો-પેક્સ સેવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી છે. માત્ર ૪ માસમાં ૧ લાખથી વધુ પેસેન્જર્સ તથા હજ્જારો વાહનો દ્વારા આ સેવાનો લાભ લીધેલ છે. આ સેવાની ભવ્ય સફળતા બાદ હજીરાથી દીવ માટેનાં ક્રુઝ સેવાની શરૂઆત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનાં હસ્તે તા.૩૧.૩.૨૦૨૧નાં રોજ વર્ચ્યુઅલી કરવામાં આવી રહેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More