Home> Gujarat
Advertisement
Prev
Next

કોમી એકતાનું અનોખું ઉદાહરણ: બોટાદમાં મુસ્લિમ આગેવાને 38 હિન્દુ યાત્રાળુને મહાકુંભ મોકલ્યા!

બોટાદમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં મુસ્લિમ અગ્રણી દિલાવરભાઈ હામિદે 38 હિન્દુ યાત્રાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં મોકલવાનું ભવ્ય આયોજન કર્યું છે. આ યાત્રાળુઓને લક્ઝરી બસમાં મફત મુસાફરી ઉપરાંત રહેવા-જમવાની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

કોમી એકતાનું અનોખું ઉદાહરણ: બોટાદમાં મુસ્લિમ આગેવાને 38 હિન્દુ યાત્રાળુને મહાકુંભ મોકલ્યા!

રઘુવીર મકવાણા/બોટાદ: પ્રયાગ મહાકુંભમાં યાત્રાની આસ લગાવી બેઠેલા લોકો માટે બોટાદના એક મુસ્લિમ અગ્રણી દ્વારા યાત્રાનું આયોજન કરાયું, લક્ઝરી બસમાં 38 લોકો માટે વિના મૂલ્ય મુસાફરી, રહેવા જમવા સહિતની તમામ વ્યવસ્થા કરી આપવામાં આવી. ત્યારે શહેરીજનો આ એકતાના આયોજનને બિરદાવી રહ્યા છે.

fallbacks

હિન્દુ ધર્મના સદીના સૌથી મોટા મહાકુંભનું પ્રયાગરાજ ખાતે આયોજન થયું છે. કુંભ મેળા માટે 144 વર્ષે આવતા આવા દુર્લભ ગ્રહનક્ષત્રની સ્થિતિ થી ભારત વર્ષના કરોડો ધર્મ પ્રેમી લોકો પ્રયાગ રાજ પહોંચી ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી લગાવશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે અનેક લોકો આર્થિક સગવડતાના અભાવે આ મહા કુંભમાં જઈ શકતા નથી. તો ઓનલાઇન ટ્રેન કે બસમાં રિઝર્વેશન પણ ફૂલ થઈ ગયા હોય તમામ સરકારી વાહનોમાં બેઠક વ્યવસ્થા મળવી પણ મુશ્કેલ બની રહી છે.

બીજી તરફ યાત્રા કરવા ઈચ્છતા વ્યક્તિને બે થી ત્રણ હજાર જેટલા વ્યકિત દીઠ ખર્ચ પણ થાય છે.ત્યારે બોટાદ માંથી એક મુસ્લિમ અગ્રણી દિલાવર ભાઈ હામિદ અને તેમના મિત્રો દ્વારા બોટાદમાંથી મહાકુંભમાં શાહી સ્નાન કરવા પ્રયાગ દર્શન અર્થે જવા ઈચ્છતા લોકોને પોતાનાં ખર્ચે મોકલવા માટે આયોજન કરવામાં આવ્યું છે. 

બોટાદ શહેર અને આસપાસના ગામડાઓમાંથી આવતા લોકોને એક લક્ઝરી બસમાં 38 જેટલાં લોકોને વિનામૂલ્ય યાત્રા કરાવવા માટે પ્રાયાગરાજ મહા કુંભમેળામા દર્શનાર્થે મોકલાયા છે.તમાંમ ને સુવિદ્યા સભર બસમાં મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલાઓ પુરુષો અઠવાડિયાના લગેજ સાથે યાત્રા કરવા તૈયાર થયા છે. તમામ યાત્રાળુઓને આયોજકો દ્વારા સાલ ઓઢાડી પુષ્પહાર પહેરાવી સન્માનિત કરાયા અને સુખરૂપ મુસાફરી માટે શુભેચ્છા પાઠવી હતી. યાત્રાળુઓ પણ પ્રયાગ રાજ મહાકુંભ માં અમૃત સ્નાન માટે યાત્રાઓમાં જતા ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. બોટાદ શહેરના સામાજિક અગ્રણીઓ પણ આ હિંદુ મુસ્લિમ એકતાની યાત્રાને ઉદાહરણરૂપ ગણાવી લોકો માટે પ્રેરણાત્મક કામગીરી હોવાનું જણાવી રહ્યા છે.

આયોજકો દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે બોટાદના વડીલોના મોક્ષર્થે ગંગામાં ડૂબકી લગાવવા લોકો પ્રયાગ જતા હોય છે જ્યારે આ મહા કુંભ ના આયોજનમાં અમૃત સ્નાન સાથે પિતૃઓનો મોક્ષ થાય તેવી પણ પ્રાર્થના કરવામાં આવે છે. દિલાવર ભાઈ દ્વારા હિન્દુ ધર્મના લોકોને યાત્રા માટે મોકલી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને તમામ ધર્મના લોકો માટે આ એક પ્રેરણા રૂપ ઘટના છે તેવુ જણાવ્યું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More