Home> Gujarat
Advertisement
Prev
Next

અનોખી ખેતી: ગટરના દુર્ગંધયુક્ત પાણીમાંથી સુગંધીત ‘ગુલાબની ખેતી’

આમતો ગટરનું પાણી દુર્ગંધ મારતું હોય છે પરંતુ ડીસાના એક ખેડૂતે આ ગટરના દુર્ગંધયુક્ત પાણીમાં પોતાનો પરસેવો રેડીને સુગંધીદાર ફૂલોનું ઉત્પાદન કર્યું છે. અને મબલક કમાણી કરી રહ્યો છે. ડીસાના નરેન્દ્ર સૈની નામના યુવાન ખેડૂતે પોતાની આગવી સૂઝબુઝથી અનોખી રીતે ખેતી કરી બતાવી છે. ડીસાના આ ખેડૂતે પોતાના પરસેવાથી કમાલ કરી બતાવી છે. 
 

અનોખી ખેતી: ગટરના દુર્ગંધયુક્ત પાણીમાંથી સુગંધીત ‘ગુલાબની ખેતી’

અલ્કેશ રાવ/બનાસકાંઠા: આમતો ગટરનું પાણી દુર્ગંધ મારતું હોય છે પરંતુ ડીસાના એક ખેડૂતે આ ગટરના દુર્ગંધયુક્ત પાણીમાં પોતાનો પરસેવો રેડીને સુગંધીદાર ફૂલોનું ઉત્પાદન કર્યું છે. અને મબલક કમાણી કરી રહ્યો છે. ડીસાના નરેન્દ્ર સૈની નામના યુવાન ખેડૂતે પોતાની આગવી સૂઝબુઝથી અનોખી રીતે ખેતી કરી બતાવી છે. ડીસાના આ ખેડૂતે પોતાના પરસેવાથી કમાલ કરી બતાવી છે. 

fallbacks

યુવાન ખેડૂત નરેન્દ્ર સૈની ડીસા શહેરના મારવાડી મોચીવાસ વિસ્તારમાં પાંચ વીઘા જમીન ધરાવે છે. પરંપરાગત ખેતી કરતાં નરેન્દ્ર સૈનીએ શહેરની ગટરોનું જે પાણી તેમના ખેતર નજીકથી વહેતું હોય છે, તે પાણીને પોતાના ખેતરમાં વાળીને તેનો સિંચાઇ તરીકે ઉપયોગ કર્યો અને પોતાના ખેતરમાં ગુલાબ અને ગલગોટાની ખેતી કરીને આ દુર્ગંધ યુક્ત પાણીમાં પણ પરસેવો પાડીને ગુલાબની ખેતી કરતાં અત્યારે તેમનું ખેતર ગટરની દુર્ગંધના બદલે ગુલાબની સુગંધમાં ફેરવાઇ ગયું છે.

જામજોધપુર ગ્રામ્ય પંથકના ખાતેદારોની સમસ્યા, કર્મચારીએ કર્યું કરોડોનું કૌભાંડ 

એકદમ બદબુદાર પાણી કે જેની આસપાસથી પસાર થવાથી પણ માથું ફાટી જાય તેવી દુર્ગંધ મારતું હોય તેવા પાણીનો સિંચાઇ તરીકે નરેન્દ્ર સૈનીએ ઉપયોગ કર્યો અને પોતાના ખેતરમાં આ પાણી વાળીને આવા દુર્ગંધ યુક્ત પાણીમાં પણ ગુલાબની સફળ ખેતી કરી. જેના ફળસ્વરૂપે આજે નરેન્દ્ર સૈનીનું ખેતર ગુલાબની ખુશ્બુથી મહેંકી ઉઠ્યું છે. 10 વર્ષ અગાઉ જ્યારે અહીં ખેતરના પાણીના તળ ઊંડા જતા ખેડૂત 3 વર્ષ ખેતી કર્યા વગર બેસી રહ્યો હતો જોકે ત્યાર બાદ ખેતરના બાજુમાંથી વહી જતા ગટરના ગંદા પાણીનો ઉપયોગ કરી ફૂલોની ખેતી કરી તેમાં મબલક કમાણી મેળવી રહ્યો છે.

સુરત: GEBના બેદરકારીના કારણે ખુલ્લા વાયરને અડતા એક મહિલાનું મોત

જુઓ LIVE TV

ગંદા પાણીના આ રીતે ફૂલોની ખેતીમાં થતા સદઉપયોગને કૃષિ વૈજ્ઞાનિક પણ બિરદાવી રહ્યા છે. અને ગંદા પાણીમાં તત્વો વધુ હોવાથી ફૂલોનું ઉત્પાદન પણ વધુ થતું હોવાનું તેમજ કોઈ પણ જાતનું નુકશાન ન થતું હોવાનું સ્વીકાર રહ્યા છે. જોકે ગંદા પાણીથી શાકભાજીને નુકશાન થવાની પૂરેપૂરી સંભાવના છે. ડીસાનો આ પ્રગતિશીલ ખેડૂત ગટરના ગંદા પાણીનો સદઉપયોગ કરીને મબલક કમાણી કરી રહ્યો છે. ત્યારે લોકો પણ પોતાના ઘરમાંથી બહાર વહી જતા પાણીનો સદઉપયોગ કરે તે જરૂરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More