Home> Gujarat
Advertisement
Prev
Next

એક અમદાવાદીએ બનાવી અનોખી સેનેટાઇઝ ટનલ, જાણો તેની ખાસિયત


આ ટનલ બોડી ટેમ્ર્પેચર પણ ચેક કરે છે. જો કોઈ વ્યક્તિના બોડીનું ટેમ્પ્રેચર હાઈ હોય તો ટનલ ખુલતી નથી.

એક અમદાવાદીએ બનાવી અનોખી સેનેટાઇઝ ટનલ, જાણો તેની ખાસિયત

અમિત રાજપૂત/અમદાવાદઃ હાલ કોરોના વાયરસના સંક્રમણને કારણે સોશિયલ ડિસ્ટેન્સિંગ અને સેનેટાઇઝનું ખુબ મહત્વ વધી ગયું છે. ત્યારે અમદાવાદમાં એક વ્યક્તિએ અનોખી સેનેટાઇઝ ટનલ બનાવી છે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આ ટનલ બનાવવામાં આવી છે. આ ટનલની ખાસિયત છે કે માથાના વાળથી પગના બુટ સુધી બધુ સેનેટાઇઝ થઈ જાય છે. 

fallbacks

બોડી ટેમ્ર્પેચર પણ ચેક કરે છે ટનલ
આ ટનલ બોડી ટેમ્ર્પેચર પણ ચેક કરે છે. જો કોઈ વ્યક્તિના બોડીનું ટેમ્પ્રેચર હાઈ હોય તો ટનલ ખુલતી નથી. આ ટનલ ચાઇનાની ટનલને ટક્કર આપે તેવી છે. તો કિંમતમાં પણ આ ટનલ સસ્તી પડે છે. ચાઇનાની ટનલની કિંમત આસરે 15 લાખ રૂપિયા થાય છે. જ્યારે અમદાવાદીએ બનાવેલી આ ટનલની કિંમત 4 લાખ રૂપિયા જ છે. 
fallbacks

કપડાના જીવાણું પણ થાય છે નષ્ટ
આ ટનલમાં પ્રવેશ કરતા હોટ એર દ્વારા કપડામાં રહેલા જીવાણું પણ નષ્ટ થાય છે. ત્યારબાદ સ્ટીમ દ્વારા કેમિકલથી બોડી સેનેટાઇઝ થાય છે. પગના બુટની નીચેથી લઈને માથાના વાળ સુધી વ્યક્તિના આખા શરીરને આ ટનલ સેનેટાઇઝ કરી દે છે. તો તેમાં કપડા પણ ખરાબ થતાં નથી. હવે તો આ અમદાવાદીને વિદેશોમાંથી પણ ટનલના ઓર્ડર મળવા લાગ્યા છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More