Home> Gujarat
Advertisement
Prev
Next

કૂવામાં રોટલો ફેંકી ગુજરાતમાં અહીં કરાય છે વરસાદનો વરતારો! વર્ષો જૂની છે આ પરંપરા

જામનગરમાં આજે પણ વર્ષો જૂની ઘણી પરંપરાઓ જીવંત છે. નવી પેઢીએ પરંપરાના મહત્વને સમજી તેને સવાઈ કરી છે. આવી જ એક અંદાજે 300 થી 400 વર્ષ જૂની ઉજળી પરંપરા એટલે આમરાં ગામે રોટલો પધરાવવાની પરંપરા. જામનગર નજીકના આમરાં ગામમાં રોટલાથી વરસાદનો વરતારો કરવાની દાયકાઓ પુરાણી પરંપરા છે અને દર વર્ષે માન્યતા સાચી પડતી હોવાની ગ્રામજનો શ્રદ્ધા ધરાવે છે.

કૂવામાં રોટલો ફેંકી ગુજરાતમાં અહીં કરાય છે વરસાદનો વરતારો! વર્ષો જૂની છે આ પરંપરા

- જામનગર માં અનોખી પરંપરા, આમરા ગામે કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વર્તારો
- કૂવામાં રોટલો ઉગમણી દિશા તરફ પડતાં આ વર્ષે 16 આની વરસાદ થવાનો સંકેત
- અષાઢ મહિનાના પ્રથમ સોમવારે વાજતે-ગાજતે મંદિરની પૂજાવિધિ બાદ ભમ્મરિયા કૂવામાં રોટલો પધરાવી કરાયું વરસાદનું પુર્વાનુમાન
- આમરાના રોટલાએ આપ્યા સારા પાછોતરા વરસાદના સંકેત

fallbacks

મુસ્તાક દલ/જામનગર: જામનગર નજીકના આમરા ગામમાં રોટલાથી વરસાદનો વરતારો જોવાની સદીઓથી વધુ પુરાણી પરંપરા છે. અષાઢ મહિનાનાં પ્રથમ સોમવારે ગામના ભમરિયા કૂવામાં રોટલા પધરાવી, ખેતી પ્રધાન ગામડાના વરસના ભાવિનું અનુમાન નક્કી કરવામાં આવે છે. આજે અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગ્રામજનો દ્વારા પૂજન-અર્ચન બાદ કૂવામાં રોટલો પધરાવતા આ વર્ષે ચોમાસુ ખુબ સારૂ જાય તેવા એંધાણ જોવા મળ્યાં હતા. જેના પગલે ગ્રામજનોમાં પણ ખુશીનો માહોલ છે. 

ફરી દેશમાં મોટી દુર્ઘટના! ફેક્ટરીની બિલ્ડિંગ કાટમાળનો ઢગલો બની! મૃતદેહો એટલા ખરાબ...

જામનગર તાલુકાનું આમરા એક એવું ગામ, કે જ્યાં અનોખી રીતે વરસાદનો વરતારો નક્કી કરવામાં આવે છે. જામનગર નજીકના આમરા ગામમાં દર વર્ષે અષાઢ માસના પ્રથમ સોમવારે કૂવામાં રોટલો પધરાવી તેની દિશાના આધારે વરસાદનો વરતારો જોવામાં આવે છે. આ દિવસે ગ્રામજનો ગામમાં ઢોલ નગારાની સાથે અને તાલે ઉમટી પડે છે.

ગુજરાતમાં વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો! સીઝનનો આટલા ટકા તો વરસી ગયો, જાણો

આમરા ગામના સતવારા પરિવારના ઘરે બનેલો બાજરીનો રોટલો, વાણંદ પરિવારના સભ્યના હાથે મંદિર સુધી લઇ જવામાં આવે છે. ત્યાર પછી કૂવા કાઠે આવેલા સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા અર્ચના થાય છે. અને ત્યારબાદ ગામના ભમ્મરિયા કૂવામાં ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે કૂવામાં રોટલો પધરાવાય છે. કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે ? તેનું અનુમાન કરવામાં આવે છે.

Hero Splendor Plus: જુલાઈમાં મોંઘી થઈ શકે છે દેશની No.1 બાઈક, આ રીતે કંપનીએ આપી હિંટ

વર્ષો જૂની પરંપરા મુજબ આજે જામનગર જિલ્લાના આમરા ગામમાં રોટલો કુવામાં નાખવામાં આવ્યા બાદ આગાહી કરાતા કૂવામાં રોટલો ઉગમણી દિશા તરફ પડતાં આ વર્ષે 16 આની વરસાદના સંકેત આપવામાં આવ્યા છે. જે જામનગરવાસીઓ અને ગ્રામજનો માટે વરસાદ મામલે ખુશીના સમાચાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More